712 ma mahiti Gujarati ma Online : 7 12 8અ ના ઉતારા એટલે કે જે જમીનની ઓળખથી સંકલિત થયેલા ૧૮ પત્રકોમાંથી, પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર મુજબ એક સંકલનીય પત્રક બનાવવામાં આવ્યો છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળની માહિતીની સાથે સાથે જમીનમાં ખેતીની વિષયક માહિતી પણ અસરકારક રહેતી હોય, તેથી બનાવવારી પત્રક મેળવવાને માટે તે સ્વરૂપમાં 7/12 ના ઉતારા કહેવામાં આવે છે. 7/12 ના ઉતારા એ એવું નંબર છે જેને કોઈ મિત્રો જોયો તો તેમને પરિપત્રગ્રંથમાં જ મળી શકે. આમાં પ્રત્યેક માહિતી A. B. C. થી અંકિત કરી દીધી છે.
7 12 8અ ના ઉતારા બ્લોક નંબર એટલે શું (Block number jamin online)
સમયની પ્રગતિને આધાર બની, બ્લોક નંબર અનેક વખતે બદલી જાય છે. પ્રતિ વર્ષે એક પેઢી બદલી જાય છે, જેના ફળવાર નવા વારસદારો ઉમેરે છે અને ત્યારે જમીનના ટુકડા બની જાય. તેથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાણ આપવી પડે છે, તેમ કે સર્વે નંબરના ભાગલા / ટુકડા, જેને પરંપરાગત રીતે પેટા હિસ્સો કહેવામાં આવે છે. પો.ખ. અ ઉદાહરણ તરીકે, સર્વે નં. ૫૧ ની પ્રથમ વખતની ભાગલાને પ૧/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી શકે છે. પો.ખ. અ બીજી વખતની ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી, પ૧/૨/એ, પ૧/૨/બી આદિ વિગેરે વારસદારોની ઓળખ મળી શકે છે. આ રિતે, પ્રતિ સર્વે નંબર ખાતરી થતો છે. પો.ખ. અ
712 ma mahiti Gujarati ma Online : 7 12 8અ ના ઉતારા માં કઇ કઇ માહિતી હોય છે અને તેના ઉપયોગ કઈ રીતે કરાય ? જાણો સંપૂર્ણ માહીતી
જમીન સર્વે નંબર
સમયની પ્રગતિને આધાર બની, સર્વે નંબર અનેક વખતે બદલી જાય છે. આ સર્વે નંબર પહેલાંની સમયની જમીનને દરેક અનુક્રમ નંબરની સાથે ઓળખવામાં આવ્યો હતો. પ્ર સ પ જમીન એટલે શું
જમીન સત્તા પ્રકાર
આ વિગતમાં જમીનનો સત્તા પ્રકાર જમીનની સ્થિતિ અને ઉપયોગ સાથે સંકલિત કરેલો છે, જેમણે જમીન જૂની શરત, નવી શરત, બિનખેતી, ટ્રસ્ટ, ખાલસા, સરકારી અથવા ગણાતીયા જેવું હોઈ શકે છે.
ખેડુત ખાતેદાર
ખેડૂતો તમારી જમીનોને ઓળખવા માટે તેમની અલગ ઓળખ પ્રાપ્ત કરવા માટે સામાન્યવારે ખેતરનું નામ બનાવે છે, જે જમીનનું અને તેમનું નામ સંકલિત થતું છે. ઉદાહરણ તરીકે, જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર અને આવી નામો આપી શકાય છે.
Jamin Mahesul Mahiti Gujarat: જમીન ને લગતી તમામ મહેસૂલ વિભાગ માહિતી આપેલ છે ,7/12 , જમીન રેકોર્ડ ,
ખેડવાની ખેતીની જમીન
ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ
/ આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.
જરાયત જમીન એટલે શું (Jirayat jamin)
આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.
(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.
(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.
પોત ખરાબ
પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.
આકાર/જુરી
આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવા લાયક / વપરાશ લાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.
ગણોતીયાના નામ ગણોતધારો એટલે શું
જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.
નામંજૂર – ખાતેદાર
જયારે 7/12 ના ઉતારા માં માલિક હકક ફેરફાર કે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે તેની એન્ટ્રી પડે છે અને આ એન્ટ્રી જયારે ચકાસવામાં આવે ત્યારે પૂરતા પુરાવા રજુ ન થાય તો તે એન્ટ્રી નામંજૂર થાય છે.
$ તકરારી – ખાતેદાર જયારે પુરાવાઓના આધારે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે જે સરકારશ્રી તરફથી વાંધો લેવામાં આવે કે સહમાલિકો કે અન્ય ત્રાહિત વ્યક્તિ તરફથી વાંધો લેવામાં આવે કે કોર્ટ મેટર થાય ત્યારે પડેલી એન્ટ્રી તકરારી એન્ટ્રી તરીકે ઓળખાય છે અને જયાં સુધી તકરારી મેટર પતે નહીં ત્યાં સુધી એ પેન્ડીંગ રહે છે.
રદ : જયારે ૭/૧ર માં કે હકક પત્રક કે માલિકી હકક ફેરફાર કે અન્ય હકકો માટે એન્ટ્રી પાડવામાં આવેલ હોય પરંતુ તેની કાર્યવાહી પૂર્ણ ન થાય તો તે એન્ટ્રી રદ થાય છે.
ખાતા નંબર જોવા માટે
જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.
મોજ જે તે ગામનું નામ
ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.
કબજેદારનું નામ
અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.
નોંધ નંબરો
જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.
બાંધકામ સી.ઓ.પી.
જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.
ખેતી વિષયક માહિતી
અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.