i khedut pashupalan loan yojana gujarat:આઈ ખેડૂત પશુપાલન યોજના i khedut portal પર અત્યારે એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય માટે ની આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 શરુ થઇ છે.12 દુધાળા પશુ યોજનામાં લાભ લેવા માટે અરજી કરવાની ની તારીખ 01/01/2024 થી 31/12/2024 છે. પશુપાલન યોજના ફોર્મ 2024 તમે ઓનલાઇન ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાઈને પશુપાલન નિયામક અધિકારી જોડે સહી સિક્કા કરાવીને તમે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત નો લાભ ઘરે બેઠા બેઠા લઇ શકો છો.
પશુ વ્યાજ સહાય યોજનામાં રાજ્યના 280 ખેડૂતને લાભ આપવામાં આવશે.i khedut pashupalan loan yojana gujarat નો લાભ રાજ્યના બધા જ પશુપાલન કરતા ભાઈઓ ને મળશે. Ikhedut Pashupalan Scheme 2024 | pashu vyaj sahay yojana 2024 નો લાભ લેવા માટે પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી એની સંપૂર્ણ જાણકારી અમે તમને આ આર્ટિકલમાં આપીશું.
પશુપાલન લોન અરજી 2024 હાઈલાઈટ
યોજનાનું નામ: |
પશુપાલન લોન યોજના 2024 ગુજરાત (12 દુધાળા પશુ યોજના)
|
વિભાગનું નામ: | પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય |
મળવાપાત્ર સહાય | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો |
અરજીનો પ્રકાર: | ઓનલાઈન |
અરજી શરુ તારીખ: | 01/01/2024 |
વેબસાઈટ | ikhedut.gujarat.gov.in/ |
અરજી માટે છેલ્લી તારીખ: | 31/12/2024 |
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024
પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નાના ખેડૂત અને પશુપાલકો માટે નવી ગાય અને ભેંસ જેવા પશુની ખરીદી પર સહાય આપવા માટે આઈ ખેડૂત પશુપાલન યોજનાઓ શરુ કરવામાં આવી છે. આજે આપણે 12 દુધાળા પશુ યોજના વિષે જાણીશું અને પશુપાલન યોજના ફોર્મ 2024 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ ની માહિતી આ આર્ટિકલમાં આપીશું.
આ વાંચો:
- આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું l આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક જાણો સરળ રીતે.
- વિવિધ સરકારી દાખલાઓ અને ગુજરાત સરકારની યોજનાઓ 2023 લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી
i khedut pashupalan loan yojana 2024 gujarat માં પશુની ખરીદી વખતે આપેલ કિંમત અથવા પશુ ખરીદી માટે બેન્ક માંથી લીધેલ ધિરાણ બંને માંથી જે ઓછું હોય તેના પર 12% સુધી વ્યાજ સહાય 5 વર્ષ ના સમયગાળા સુધી 12 દુધાળા પશુ યોજનામાં મળવાપાત્ર છે.
આઈ ખેડૂત પશુપાલન 2024 યોજના નો લાભ
12 દુધાળા પશુ યોજના 2024 માં નીચે મુજબના લાભો થાય છે.
- ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ આઈ ખેડૂત પશુપાલન યોજનામાં 1 થી 20 જેટલા પશુની ખરીદી માટે લીધેલ લોન પર 12% વ્યાજ સહાય આપવામાં આવે છે.
- આ યોજનમાં 5 વર્ષ સુધી નો સમયગાળો આપવામાં આવે છે.
- આ યોજના પશુપાલકો અને ખેડૂત માટે જ છે.
- આ યોજનામાં પશુની દેશી ઓલાદ પર જ લાભ આપવામાં આવશે , સંકર ઓલાદ પર લાભ મળવાપત્ર રહેશે નહિ એટલે દેશી ઓલાદ ખરીદવા તરફ ખેડૂત આકર્ષાશે.
તબેલા લોન યોજના ઓનલાઈન 2024
- આ યોજનાનો લાભ રાજ્યના તમામ પશુપાલકોને મળવાપાત્ર થશે.
- આ યોજના હઠેળ લાભાથી કે તેના કુટુાંબ માથી કોઇ એક સભ્ય જમીન ધરાવતા હોવા જોઇએ.
- આઈ ખેડૂત પશુપાલન યોજના અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો હેતુ વ્યાજ સહાયનો હોઇ અન્ય હેતુ માટે ઉપયોગ
કરી શકાશે નહિ તથા બચત રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહશે. - આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થી એ I khedut portal પર અરજી કરી અને અરજીની નકલ નજીકના પશુ દવાખાનાના પશુચિકિત્સક અધિકારીને અરજી કર્યાના 7 દિવસની અંદર મોકલવાની રહેશે.
- આ યોજના હઠેળ પશુઓ (ગાય અને ભેંસ)ના એકમની સ્થાપના માટે પશુની તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજીસ્ટર પશુ ચિકિત્સક પાસેથી મેળવી રજુ કરવાનુ રહેશે.
- ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા માન્યતા પ્રાપ્ત બેન્ક પાસેથી લોન લીધેલ હશે તો જ પશુપાલન લોન યોજના 2024 નો લાભ મળશે.
- 12 દુધાળા પશુ યોજના હેઠળ દેશી ગાયની ઓલાદ ને લાભ મળવાપાત્ર રહેશે, જ્યારે શંકર ગાયના એકમની સ્થાપના પર રાજ્યની પશુ સંવર્ધન નીતિ હેઠળ યોજનાનો લાભ મળવા પાત્ર થશ નહિ.
- આ યોજના હેઠળ પશુપાલકે પશુ ની સાચવણી ફરજીયાત 5 વર્ષની મુદત સુધી કરવાની રહેશે, આ પાંચ વર્ષની અંદર જો પશુ મુર્ત્યું પામે તો પશુપાલકે સ્વ ખર્ચે અથવા વિમાની રકમ માંથી કે બેન્ક માંથી ધિરાણ કરી ને નવું પશુ ખરીદવું પડશે અને તેનું પશુપાલન કરવું પડશે, તેમજ આ અંગે સરકાર દ્વારા કોઈ વધારાની સહાય મળવાપત્ર રહેશે નહિ.
- લાભાર્થી જ્યા સુધી બેન્ક લોન અને વ્યાજની રકમ પુરી ના કરે ત્યાં સુધી નવા પશુ એકમ પર આ પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.
12 દુધાળા પશુ યોજના 2024 લાભ કોને મળવા પાત્ર થશે?
આ યોજનાનો લાભ નીચે મુજબની પાત્રતા વાળાઓ ને મળવાપાત્ર રહેશે.
- પશુપાલક જોડે અથવા તેમના પરિવારમાં ખુદની જમીન હોવી જોઈએ.
- લાભાર્થી ગુજરાતનો રહેવાશી હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ 2024-25 માં જ ધિરાણ લીધેલ હોવો જોઈએ.
૧૨ % વ્યાજ સહાય યોજના ડોક્યુમેન્ટ
- ફોટા વાળું ઓળખપત્ર (આધારકાર્ડ , પાનકાર્ડ , ચૂંટણીકાર્ડ)
- જમીન માટેનો આધાર પુરાવો (7/12 8અ ઉતારા)
- રેશનકાર્ડ નકલ
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો)
- લોન એકાઉન્ટ પાસબુક નકલ અથવા બેન્ક દ્વારા લોનની રકમ ચુકવ્યા અંગેનું પ્રમાણપત્ર
પશુપાલન લોન યોજના 2024 ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.જમીન નકલ પશુપાલન લોન યોજના 2024 માં જરૂરી દસ્તાવેજ પુરાવા નીચે મુજબ હોવા જોઈએ. 12 દુધાળા પશુ યોજના 2024
પશુપાલન લોન 2024 અરજી કેવી રીતે કરવી?
આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 12 દુધાળા પશુ યોજના 2024 પશુપાલકોને લાભ આપવામાં આવે છે. પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. પશુપાલન લોન યોજના 2023 ની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Ikhedut Portal ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર ” પશુપાલન યોજના ફોર્મ 2024 ” ખોલવી.
- “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે. (નોંધઃ એમાં એજ યોજનાઓ બતાવશે જેની અરજી કરવાનું ચાલુ છે.)
- હવે તમારે “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય” યોજના પર ક્લિક કરવાનું , નીચે ફોટો માં બતાવ્યા મુજબ
- ક્લિક કર્યા પછી નીચે મુજબ પેજ ખુલશે ,જેમાં બધી વિગત હશે જે અવશ્ય વાંચી લેવી તેમજ જરૂરી દસ્તાવેજ નું લિસ્ટ હશે. પછી “અરજી કરો” પર ક્લિક કરવાનું રહેશે.
- “અરજી કરો” પર ક્લિક કર્યા પછી તમારી સામેં નવું પેજ નીચે મુજબ ખુલશે, તેમાં આપેલ બધી વિગત ફરજીયાત વાંચી લેવી. જો તમે પેલા રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો “હા” પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો “ના” પર ક્લિક કરો. પછી “આગળ વધવા પર ક્લિક કરો” ઓપ્શન પર જાઓ. (નોંધઃ આ માં જેમને રજીસ્ટ્રેશન નથી કરાવેલ એના માટે ની પ્રક્રિયા વિશે જાણીશું.)
- “ના” પર ક્લિક કર્યા પછી તમારી સામે નીચે મુજબ નવું પેજ ખુલશે. જેમાં તમારે પશુપાલન લોન અરજી નવા લાભાર્થી તરીકે કરવાની હોવાથી “નવી અરજી કરવા ક્લિક કરો” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
BOB LOAN APPLY 2023: હવે બરોડા બેંક તમને ઘરે આપવા આવશે ₹50,000 લોન ,તમારા સબંધીઓ હવે કાળજું નહિ ખાય
- “નવી અરજી કરવા ક્લિક કરો” ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી વિગત આ રીતે ક્રમશભરવાની રહેશે. 1.અરજદારની વિગત, 2. દૂધ મંડળીની વિગત, 3. પશુઓની ખરીદીની વિગત, 4. લોન લીધેલ બેંકની વિગત, 5. બેંકની વિગત, 6. રેશન કાર્ડની વિગત નાખ્યા પછી તમારે એક કેપચ્યાં કોડ ભરવાનો રહેશે અને પછી તમારે “અરજી સેવ કરો” પર ક્લિક કરવાની રહેશે.
- અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનીક દસ્તાવેજો સાથે અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે” અથવા “ઓનલાઈન અરજી સેવ (save) કર્યાની તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી અને અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે જેની અરજદારોએ નોંધ લેવી.
-
કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી).
-
ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહી/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.
- સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.
ઓનલાઈન પશુપાલન લોન અરજી કર્યા બાદ શું કરવું ?
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- પશુપાલકોઓએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
- છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.
નોંધ:- લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપૂરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજૂ કરવાનાં રહેશે.
Ikhedut Portal Application Status | અરજીની સ્થિતિ કેવી રીતે જોવી?
ikhedut Portal પર પશુપાલકો વિવિધ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. Online Arji કર્યા બાદ Status જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. રાજ્યના લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા Application Status જાણી શકે છે. નીચેની લિંક પર ક્લિક કરો.
Check Application Status |
મહત્વની લિંક
આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
12 દુધાળા પશુ યોજના માટે
|
અહીં ક્લિક કરો |
આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે થઇ શકે?
આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડે , કોર્નર માં આપેલ login પર ક્લિક કરો પછી Request to create new user પર ક્લિક કરો અને તમારી બધી વિગત ભરો.
પશુપાલન વિભાગ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે
પશુપાલન વિભાગ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 2 છે, ગુજરાતમાં પશુ એમ્બ્યુલન્સનો ટોલ ફ્રી નંબર 1962 છે અને પશુ વિભાગ નિયામક કચેરી ગાંધીનગર નો ટોલ ફ્રી નંબર 79023256141 છે.