Australia won the world cup sixth time 2023: ભારત ને વર્લ્ડ કપ પર પાણી ફર્યું ,ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો અપાર આનંદ

Australia won the World Cup sixth time 2023: ટ્રેવિસ હેડની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત આઈસીસી વન-ડે વર્લ્ડ કપ જીતી લીધો છે.

ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો સામનો કર્યો છે. અગાઉ 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ભારત 1983 અને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

 

Australia won the World Cup sixth time 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં પેટ કમિન્સની અને  ટીમ રોહિત શર્મા ને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

વિરાટ કોહલીએ 54 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે લોકેશ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી પરંતુ તેણે 66 રનની ઈનિંગ્સ માટે 107 બોલ રમ્યા હતા. ભારત 50 ઓવરમાં 240 રન નોંધાવીને ઓલ-આઉટ થઈ ગયું હતું. 241 રનના લક્ષ્યાંકનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમના બોલર્સે શરૂઆત સારી કરી હતી

Australia won the World Cup sixth time

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન, ભારત બીજી વખત ફાઈનલમાં હાર્યું

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

વાંચો:

આ પોસ્ટ ઓફીસ યોજનામાં 1,000નું રોકાણ કરો ,માતા-પિતા ને ઘરે બેઠા 1 લાખ મળશે જાણો યોજના અને વ્યાજ

DBT Payment Check: ફક્ત 5 મિનિટમાં ચેક કરો યોજનાના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહી

SBI Asha Scholarship: બેન્ક આપશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને રૂ.10000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની માહિતી

ભારત કેટલી વખત ચેમ્પિયન બન્યું અને ક્યારે 

  • ભારતીય ટીમ 1983માં કપિલ દેવની આગેવાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો
  • ભારતીય ટીમ 2011માં ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
  • ભારત 2003માં બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું હતું જ્યાં સૌરવ ગાંગુલીની ટીમને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
  • જ્યારે 2023માં ભારતને ફરીથી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો

કોહલી અને રાહુલ બંનેએ ફટકારી અડધી સદી

81 રનમાં ભારતે ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધા બાદ વિરાટ કોહલી અને લોકેશ રાહુલે બાજી સંભાળી હતી. જોકે, આ જોડીએ ધીમી બેટિંગ કરી હતી. તેમાં પણ રાહુલની બેટિંગ ઘણી ધીમી રહી હતી.

Australia won the World Cup sixth time
Australia won the World Cup sixth time

ટ્રેવિસ હેડની સદી અને માર્નસ લાબુશેને ઓસ્ટ્રેલિયાને જીત હાંશિલ કરાવી 

હેડ અને લાબુશેનની જોડીએ ભારતીય બોલર્સને એક પણ વિકેટ ઝડપવા દીધી ન હતી. ટ્રેવિસ હેડે 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 137 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 58 રન ફટકાર્યા હતા. 

Leave a Comment