Dhanteras shubh Muhurat 2023: જાણો ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત અને શું ખરીદવું જોઈએ અને શું ના ખરીદવું જોઈએ

Dhanteras shubh Muhurat 2023: આ વર્ષે 2023 માં ધનતેરસ 10મી નવેમ્બરે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસના દિવસે ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ પોસ્ટ માં અમે જણાવીશું ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત અને ધનતેરસ 2023 માં કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ.

Dhanteras shubh Muhurat 2023

Dhanteras shubh Muhurat 2023
Dhanteras shubh Muhurat 2023

દર વર્ષે આસો માસ ની વદ તેરસ એટલે કે તિથિ કૃષ્ણ પક્ષની તેરસ ના રોજ  ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ એટલે ધન ના દેવતા કુબેર સોનાના ઘડા સાથે પ્રગટ થયા હતા. આ ઉપરાંત આયુર્વેદના દેવતા ધન્વંતરિની જન્મજયંતિ પણ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે એટલે કે 10મી નવેમ્બરે ધનતેરસ છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે પણ ધનતેરસ પર ખરીદી કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષ દરમિયાન તેર ગણો લાભ આપે છે. ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર ખરીદી માટેનો શુભ સમય, તેનું મહત્વ અને આ દિવસે શું ખરીદવું અને શું ન ખરીદવું.

સરકાર આપશે મહિને ! ₹12000 મહિલાઓને અને પુરુષોને ₹10,000, જાણો સંપૂર્ણ જાહેરાતની માહિતી

ધનતેરસ શુભ મુહૂર્ત 2023 સમય

ધનતેરસ પર ખરીદી માટે શુભ સમયઃ 
ધનતેરસના શુભ સમયે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ખરીદી માટેનો શુભ સમય ધનતેરસના દિવસે બપોરે 12.35 વાગ્યાથી એટલે કે 10મી નવેમ્બરથી બીજા દિવસે એટલે કે 11મી નવેમ્બરની સવાર સુધીનો છે. નીચે આપેલ ચોઘડિયામાં ખરીદી કરવામાં આવે તો શુભ ગણાય છે.
શુભ ચોઘડીયો  સમય 
ચલ, લાભ, અમૃત  સવારે 06.30 થી 10.30 સુધી 
શુભ  બપોરે 12 વાગ્યાથી 01.30 સુધી 
ચર  4.30 થી 5 વાગ્યા સુધી 
લાભ  રાત્રે 8.30 થી 10 વાગ્યા સુધી 
શુભ મુહૂર્ત  સાંજે 6 વાગ્યા થી 7 વાગ્યા સુધી 
 

 

ધનતેરસ લક્ષ્મી પૂજન મુહૂર્ત અને પૂજા વિધિ 
ધનતેરસના પવિત્ર તહેવાર પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાનો શુભ સમય 10 નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે 05:47 થી 07:43 સુધીનો રહેશે. આ દિવસે ભાગવા કુબેર અને માતા લક્ષ્મી ને યાદ કરી ને 13 દિવા મુકવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે. 
 

ધનતેરસ પર ખરીદીનું મહત્વ

ધનતેરસના શુભ મુહૂર્તમાં વાસણો અને સોના-ચાંદી ઉપરાંત વાહનો, સ્થાવર મિલકતના સોદા, લક્ઝરી વસ્તુઓ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી જંગમ અને સ્થાવર મિલકત તેર ગણી વધી જાય છે. 
 

ધનતેરસ પર શું ખરીદવું?

  • ધનતેરસના દિવસે સોના-ચાંદી ઉપરાંત વાસણો, વાહન અને કુબેર યંત્રની ખરીદી કરવી શુભ છે. 
  • આ સિવાય સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
  • બીજી તરફ, જો તમે ધનતેરસના દિવસે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી, તો ઘરે આખા ધાણા જરૂરથી લાવો. 
  • ઘરમાં જો ધનતેરસના દિવસે તાંબાના વાસણ લાવવામાં આવે તો ધર્મ અને પુણ્યની વૃદ્ધિ થાય છે.
  • એવું માનવામાં આવે છે કે આના કારણે ક્યારેય પૈસાની કમી નથી થતી. આ સિવાય તમે ગોમતી ચક્ર પણ ખરીદી શકો છો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ધનતેરસ પર શું ન ખરીદવું?

  • આ દિવસે લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધનતેરસના દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ઘરમાં લાવો છો તો ઘરમાં અશુભ પ્રવેશ થાય છે. 
  • ધનતેરસ પર એલ્યુમિનિયમ કે સ્ટીલની વસ્તુઓ ન ખરીદવી. એવું માનવામાં આવે છે કે સ્ટીલ અથવા એલ્યુમિનિયમથી બનેલા વાસણો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધનતેરસના દિવસે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ઘરમાં લાવો છો તો તેનાથી ધન અને આશીર્વાદની સ્થિરતા ઓછી થઈ શકે છે, તેથી ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદો. 
  • ધનતેરસના શુભ અવસર પર કાચ કે કાચની વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ. 

ધનતેરસ પર કરો આ કામ 

  • ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી, કુબેર, યમરાજ અને ભગવાન ગણેશની પૂજા કરો. 
  • ધનતેરસના દિવસે ઘરની અંદર અને બહાર 13 દીવા પ્રગટાવવાથી રોગો દૂર થઈ શકે છે. 
  • દાન કરવું એ પુણ્યનું કાર્ય છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે. ધનતેરસના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. 
  • જો તમે આ દિવસે સૂર્યાસ્ત પહેલા દાન કરશો તો તમને પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં. જો કે આ દિવસે સફેદ કપડા, ચોખા, ખાંડ વગેરેનું દાન ન કરવું જોઈએ.  
  • ધનતેરસ પર પ્રાણીઓની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. 

ધનતેરસની દંતકથા

અનુસાર , જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાંથી એક પછી એક ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા. સાગર મંથન પછી છેલ્લે અમૃત પ્રાપ્ત થયું હતું. એવું કહેવાય છે કે ભગવાન ધન્વંતરી સમુદ્રમાંથી અમૃતનું વાસણ લઈને પ્રગટ થયા હતા. જે દિવસે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા તે આષો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ હતી, તેથી ધનતેરસ અથવા ધનત્રયોદશીના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. 
 
 

Leave a Comment