ગુજરાતમાં અગ્રિસ્ટેક પ્રોજેક્ટ હેઠળ Farmer Registry Gujarat 15 ઓક્ટોબર 2024થી શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં ખેડૂતના ખાતા ધારકના જમીન રેકોર્ડને એક અનોખી આઈડી સાથે જોડવામાં આવશે. તે સમય દરમિયાન પોર્ટલમાં તકનીકી ખામીઓને કારણે રજીસ્ટ્રેશન થોભાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે પોર્ટલ ફરીથી કાર્યરત છે.
આ અંતર્ગત, 11.57 લાખથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે. અને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રોજેક્ટનો લક્ષ્ય છે, કે 25 માર્ચ 2025 સુધીમાં રાજ્યના તમામ ખેડૂત ભાઈઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય.
જે ખેડૂતોએ 30 નવેમ્બર 2023 સુધીમાં રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે, તે ખેડૂતોએ ડિસેમ્બર મહિનાની PM-કિસાન યોજનાનો હપ્તો મળી શકશે.
Farmer Registry- Agri Stack Benefits:
- ડિજિટાઇઝેશન : ખેડૂતના જમીન રેકોર્ડ ડિજિટલ બને છે, જેના કારણે જમીન વિવાદ ઓછા થાય છે.
- સરલ યોજના લાભ : ખેડૂત હવે સીધા જ વિવિધ સરકારના યોજનાના લાભ લઈ શકે છે.
- પારદર્શકતા : અનોખી Farmer ID દ્વારા ડેટાને પારદર્શક બનાવવામાં આવશે.
- મફત રજીસ્ટ્રેશન : સરકાર દ્વારા આ સેવાઓ મફત ઉપલબ્ધ છે..
આ પ્રોજેક્ટ ગુજરાતમાં એક ઉત્તમ ઉદાહરણ પુરવાર થયો છે, અને “ડિજિટલ ઇન્ડિયા” અભિયાનને મજબૂતી આપે છે. અગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી ની મદદથી સરકારી યોજના ના લાભો સરળતાથી મળશે.
ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી દસ્તાવેજ :
- અરજદાર નું આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
- જમીનના 7/ 12 અને 8 A ની નકલ
How to Self-Registration Farmer Registry- Agri Stack Steps by Steps | ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જાતે રજીસ્ટ્રેશન કરવા માટે શું કરવું ?
ખેડૂતોને Farmer Registry Portal https://gjfr.agristack.gov.in/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતો નીચે મુજબ છે:
- Googleમાં “gjfr agristack” સર્ચ કરો.
- “Create Account” પર ક્લિક કરો.
- આધાર નંબર દાખલ કરો : ખેડૂતને તેમના આધાર નંબર દાખલ કરવા પડશે.
- મોબાઈલ OTP દાખલ કરો : આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તે દાખલ કરો.
- આધાર વેરિફિકેશન પછી : ખેડૂત પોતાનો મોબાઈલ નંબર દાખલ કરશે.
- મોબાઈલ OTP દાખલ કરો : આ નંબર પર મોકલેલા OTP દાખલ કરો.
- નવી પાસવર્ડ સેટ કરો : રજીસ્ટ્રેશન માટે એક નવી પાસવર્ડ સેટ કરો.
- લોગિન કરો : તમારા મોબાઈલ નંબર અને નવા પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
- ભાષા વેરિફિકેશન : લોગિન કર્યા પછી, તમારા સ્થાનિક ભાષામાં માહિતી વેરિફાય કરો.
- સરનામું ચકાસવું : આધાર કાર્ડ મુજબ તમારું સરનામું દેખાશે, જેનું વેરિફિકેશન કરવું પડશે.
- માલિકપણે પસંદ કરો : “Land Ownership” ડ્રોપડાઉનમાં Owner પસંદ કરો.
- વ્યવસાય વિગતો પસંદ કરો : બંને ચેકબોક્સ પસંદ કરો.
- “Fetch Land Details” પર ક્લિક કરો : તમારી જમીનનું સર્વે નંબર દાખલ કરો.
- ખેડૂતનું નામ પસંદ કરો : ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરો.
- ચેકબોક્સ પસંદ કરી “Submit” પર ક્લિક કરો : જમીનના સર્વે નંબરને ફેચ કરવા માટે.
- “Name Match Score” ચકાસો : સર્વે નંબર સાથેની જમીન વિગતો ચકાસો.
- તમારા ગામના સર્વે નંબર દાખલ કરો : “Verify All Land” પર ક્લિક કરો.
- “Save” બટન પર ક્લિક કરો : ડેટા સાચવવા માટે.
- “Proceed to E-Sign” પર ક્લિક કરો : તમારું આધાર નંબર દાખલ કરો.
- આધાર OTP દાખલ કરો : OTP દાખલ કરીને “Submit” પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી:
ખેડૂત રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમારે Enrollment Number મળશે. તે નંબર સાચવી રાખવો જરૂરી છે. આ પ્રક્રિયા પુર્ણ થયા પછી ખેડૂતને સરકારની તમામ યોજનાઓનો સીધો લાભ મળશે.