ગુજરાતમાં નવો જમીનનો કાયદો આવી ગયો છે, Gujarat Land Grabbing (Prohibition) Act 2020. હવે તમે કોઈ જમીનનો કબજો કર્યો હશે તો માત્ર 6 મહિનાની સુધી જ રાખી શકશો. ગરીબ ખેડૂતની જમીનને જમીન માફિયા લાલચ આપી ને પચાવી પાડતા હોય છે, આ અસામાજિક પ્રવૃત્તિ ને અટકાવવા માટે ગુજરાતમાં ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક, ૨૦૨૦ ગુજરાત સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યો. ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 કાયદો ગુજરાતમાં 29 ઓગસ્ટ 2020 થી અમલમાં બન્યો છે.
જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું આ કહેવત માંથી આજે જમીન વિષે આ આર્ટિકલમાં જાણીશું. જમીનના લીધે ભાઈ ભાઈ વચ્ચે જગડા થાય છે, મોટી સત્તા વાળા લોકો નાણાકીય અને મસલ્સ ની તાકાત બતાવીને નાના ખેડૂત પાસેથી જમીન પચાવી પાડતા હોય છે. તેના માટે ગુજરાતમાં નવો જમીન કાયદો ઘડવામાં આવ્યો. આજે જાણીશું Gujarat Land Grabbing (Prohibition) Act 2020 શું છે ?
[uta-template id=”824″] |
ગુજરાતનો નવો જમીન કાયદો ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 શું છે?
- ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 (જમીન પચાવી પાડવા કાયદો) મુજબ ગેરરીતિથી ભૂમાફિયા જમીન કબજો મેળવવા માટે ખેડૂતને ધાકધમકી આપે, પૈસાની લાલચ આપે તેવા ભૂમાફીયાને 14 વર્ષની જેલની સજા અને જમીનના જંત્રી જેટલો દંડ વસુલવામાં આવશે.
- ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ 29,ઓગસ્ટ 2020 થી અમલમાં મુકવામાં આવ્યો.
- આ કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે.
- ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3 અને કલમ 4 મુજબ કોઈપણ રીતે જમીન પચાવી પાડવી એ આ કાયદા મુજબ પ્રતિબંધિત છે અને જમીન પચાવવા ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અથવા વ્યક્તિ દ્વારા જમીન પચાવવા માટે થતી પ્રવૃત્તિ તે સજા ને પાત્ર રહેશે.
- 1. કોઈ પણ વ્યક્તિ પોતે અથવા બીજા દ્વારા જમીન પચાવી જોઈએ નહિ તેમજ 2. કોઈ પણ મિલકતના કાયેદેસર ભાડુઆત સિવાય ના વ્યક્તિ આ અધિનિયમ મુજબ ગુનેગાર ગણાશે. જો 1 અને 2 મુજબ જમીન પચાવી હોય તેવા વ્યક્તિને ગુનેગાર ગણીને 10 વર્ષ થી ઓછી નહિ અને 14 વર્ષ ની મર્યાદામાં જેલ થશે અને જે તે જમીનની જંત્રી સુધી દંડની રકમ વસુલવામાં આવશે.
- ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ ની જોગવાઈ નું ઉલ્લંઘન કોઈ કંપની કરે છે તપ તે કંપનીનો હવાલો ધરાવતી હોય અને કંપનીના કામકાજનું સંચાલન કરતી હોય તેવી વ્યક્તિ અને કંપની કાયદાના ઉલ્લઘન માટે ગુનેગાર ગણાશે.
- આ કાયદા મુજબ જમીન પચાવી પાડનાર ને અટકાવવા માટે હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિની સહમતીથી નવી કોર્ટની રચના કરવાં આવશે અને તેમાં જમીનને લગતા બધા કેસો નો નિકાલ કરવામાં આવશે.
આ પણ વાંચો: વિવિધ સરકારી દાખલાઓ અને ગુજરાત સરકારની યોજનાઓ 2023 લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી
જમીન પચાવી પાડવા કાયદો: ઉદ્દેશ અને કારણો
એક વ્યક્તિ અથવા જૂથો દ્વારા ગેરકાયેદેસર રીતે સરકાર, ધાર્મિક તેમજ ખાનગી વ્યક્તિની જમીન બળજબરી પૂર્વક અથવા છેતરપિંડી થી પચાવી પાડવાના પ્રયાસો હાલના સમયમાં બહુજ થઇ રહ્યા છે. ગામડાઓમાં નાણાકીય રીતે મજબૂત વ્યક્તિ ગરીબ ખેડૂતને વ્યાજે પૈસા આપે જે અને તેને દેવાના ચંગુલમાં ફસાવે છે અને નાના ખેડૂતની જમીન પચાવી પાડે છે.
ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ pdf
ગુજરાત વિધાનસભા સત્ર 2020 દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ બનાવાવમાં આવ્યું. gandhinagar.gujarat.gov.in વેબસાઈટ પર Land Grabbing Act in gujarati pdf 17 પેજ ની મુકવામા આવી છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ pdf
|
અહીં ક્લિક કરો |
ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 અરજી ફી
ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ અરજી કરવા ફી નક્કી કરવામાં આવી છે. તા 16/12/2020 થી અરજી કરવાની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Gujarat Land Grabbing(Prohibition) Bill 2020 Application format
Land grabbing Act in gujarati માં અરજી ઓફલાઈન કરવાની હોય છે. Gujarat Land Grabbing(Prohibition) Bill 2020 Application format Pdf Download કરો અહીંથી. Land Grabbing Act Gujarat online application ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
Download Now |
Land Grabbing land grabbing act Gujarat online application
(ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ઓનલાઇન અરજી પ્રક્રિયા)
ખેડૂતની જમીન પચાવી પાડવાની ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અહીં થી જાણો. iORA પોર્ટલ પર ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયન-૨૦૨૦ હેઠળ અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ નીચે મુજબ છે.
- સૌ પ્રથમ નવી અરજી કરવા માટે મહેસુલ વિભાગની iora.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- iORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ વિકલ્પ “ONLINE APPLICATIONS” પર Click કરો.
- હવે “નવી અરજી કરવા માટે” વિકલ્પ પસંદ કરો.
- હવે અરજીનો હેતુ વિકલ્પમાં “ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦” અને અરજીનો પ્રકાર વિકલ્પમાં “ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળની અરજી” વિકલ્પ પસંદ કરો.
- હવે અરજદાર નો મોબાઈલ નંબર નાખો પછી અરજદાર નું ઈ-મેઈલ નાખો.
- હવે કેપચ્યા કોડ નાખો પછી “Generate OTP” પર ક્લિક કરો.
- હવે તમારા ઇમેઇલ પર અને મોબાઈલ નંબર પર OTP આવશે એ નાખો અને “Submit” બટન પર ક્લિક કરો.
- “Submit” પર Click કર્યા બાદ જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળની અરજી ની વિગતો ભરવાનું ફોર્મ ખુલશે.
- અરજીની વિગતો ભર્યા પછી “Save Application” પર ક્લિક કરો.
- અરજી સેવ થતા જ એક યુનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે.
આ યુનિક અરજી નંબર સાચવીને નોંધી લેવો. આ યુનિક અરજી નંબર તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ પર પણ આવશે. - એપ્લિકેશન વાંચ્યા બાદ જો સુધારવાની હોય તો Edit Appliction પર ક્લિક કરો પછી જો અરજીને લગતી વિગતો બરાબર હોય તો “Confirm Application” પર ક્લિક કરો. (અગત્યની સૂચના :- >અરજી એક વાર કન્ફર્મ થયા પછી અરજી સુધરશે નહિ > જો અરજી કન્ફર્મ કર્યા પછી પણ સુધારો કરવો હોય તો નવી અરજી કરવી પડશે.)
- અરજી કન્ફર્મ કાર્ય બાદ Print Application પર ક્લિક કરો અને પ્રિન્ટ કાઢો.
- અરજી ની પ્રિન્ટ કાઢ્યા પછી અરજદારની સહી કરો.
- “Upload Document” પર ક્લિક કરો, હવે સહી કરેલ અરજી પત્રક અને જરૂરી આધાર પુરાવાની નકલ upload કરો. નીચેની નોંધઃ ફરજીયાત વાંચી લેવી.
નોંધ: અહીં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સના નામ 3 કલરમાં જોવા મળશે. |
||
1.લાલ રંગમાં એટલે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ | 2.વાદળી રંગમાં એટલે મરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ | 3.લીલા રંગમાં એટલે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ |
- બધા લાલ કલરના ફરજીયાત ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી “Fee Payment” ઓપશન પર ક્લિક કરો. ફી ની ચુકવણી ઓનલાઇન કરો.
- ફી ની ચુકવણી કર્યા બાદ ફી ની પાવતીની પ્રિન્ટ કાઢી રાખવી.
- હવે તમારી ઓનલાઇન અરજી ની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે, તમારી અરજી કલેક્ટર કચેરી ખાતે આગળની પ્રક્રિયા માટે સબમિટ થશે.
સૂચના: Online અરજી કર્યા પછી 4 દિવસની અંદર ઓરીજનલ અરજીફોર્મ અને અન્ય આધાર પુરાવાની નકલ કલેક્ટર કચેરી ખાતે જમા કરવાની રહેશે. |
- અરજી નું સ્ટેટસ જોવા માટે અને અરજીના નિકાલ માટે “Registered Application” ઓપશન પર ક્લિક કરો.
FAQs
ગુજરાતમા જમીન પચાવવાના કાયદાની સજા શું છે?
ધ ગુજરાત લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 (જમીન પચાવી પાડવા કાયદો) મુજબ ગેરરીતિથી ભૂમાફિયા જમીન કબજો મેળવવા માટે ખેડૂતને ધાકધમકી આપે, પૈસાની લાલચ આપે તેવા ભૂમાફીયાને 14 વર્ષની જેલની સજા અને જમીનના જંત્રી જેટલો દંડ વસુલવામાં આવશે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3 શું છે?
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3 અને કલમ 4 મુજબ કોઈપણ રીતે જમીન પચાવી પાડવી એ આ કાયદા મુજબ પ્રતિબંધિત છે અને જમીન પચાવવા ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અથવા વ્યક્તિ દ્વારા જમીન પચાવવા માટે થતી પ્રવૃત્તિ તે સજા ને પાત્ર રહેશે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 10 શું છે?
લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 10 મુજબ સરકારી જમીનને લગતા કોઈપણ વિવાદ, પ્રશ્ન અથવા અન્ય બાબત કે જે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક દ્વારા અથવા વિશેષ અદાલત દ્વારા નિર્ધારિત કરવા માટે જરૂરી હોય તેવી અન્ય બાબતોના સંબંધમાં કોઈ દાવો અથવા અન્ય કાનૂની કાર્યવાહી કોઈપણ સિવિલ કોર્ટમાં થઈ શકશે નહીં.