માનવ કલ્યાણ યોજના 2024 એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય રાજ્યના ગરીબ અને વંચિત સમુદાયોના લોકોને આર્થિક સશક્તિકરણ પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ, પાત્ર લાભાર્થીઓને રૂ. 25,000 સુધીની મફત સાધન સહાય મળી શકે છે જેનો ઉપયોગ તેઓ પોતાનો સ્વ-રોજગાર શરૂ કરી શકે અથ઼વા તેમના હાલના વ્યવસાયનું વિસ્તરણ કરી શકે.
યોજનાનું નામ | Manav Kalyan Yojana 2024 |
યોજનાનો ઉદ્દેશ. | સાધન સહાય દ્વારા સ્વ રોજગારીનો તકો પુરી પાડવી. |
સંબંધિત સરકારી વિભાગ | કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ |
લાભાર્થીના પાત્રતાના ધોરણો. | રાજયના BPL લાભાર્થી જે નવો ધંધો કરવા ઈચ્છુક હોય. |
મળનાર સહાય | ₹ 48,000/- સુધીની મફત સાધન સહાય. |
Official Application Portal | https://e-kutir.gujarat.gov.in/ |
Online Application ક્યાં કરવી? | e-kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશક કરી અરજી કરી શકાય. |
Helpline Number | 9909926280/ 9909926180 |
માનવ કલ્યાણ યોજના 2024 કોણ લાભ મેળવી શકે છે:
- 18 થી 60 વર્ષની વચ્ચેની વય ધરાવતા ગુજરાતના નિવાસી.
- BPL કાર્ડ ધરાવતા હોવું જરૂરી છે.
- ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક ₹ 1,20,000/- થી ઓછી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારોમાં રહેતા અરજદારોની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી હોવી જોઈએ.
- (નોંધ: 0 થી 20 સ્કોર ધરાવતા BPL લાભાર્થીઓને આવકના દાખલાની જરૂર નથી.)
સમાજના જુદા-જુદા વર્ગો માટે કુલ–28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને Manav Kalyan Yojana 2023 24 યોજના હેઠળ સાધન સહાય ટુલ કીટના સ્વરૂપે આપવામાં આવે છે. નીચે યાદી નીચે મુજબની છે.
28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાય કીટની અંદાજિત રકમ.
અ.નં | વ્યવસાયનું નામ | અંદાજિત કિંમત (₹) |
1 | કડીયાકામ | 14500 |
2 | સેન્ટિંગ કામ | 7000 |
3 | વાહન સર્વિસિંગ અને રિપેરિંગ | 16000 |
4 | મોચીકામ | 5450 |
5 | દરજીકામ | 21500 |
6 | ભરતકામ | 20500 |
7 | કુંભારીકામ | 25000 |
8 | વિવિધપ્રકારની ફેરી | 13800 |
9 | પ્લમ્બર | 12300 |
10 | બ્યુટી પાર્લર | 11800 |
11 | ઈલેક્ટ્રિક કામ | 14000 |
12 | ખેતીલક્ષી સુથારી/વેલ્ડિંગ કામ | 15000 |
13 | સુથારી કામ | 9300 |
14 | ધોબીકામ | 12500 |
15 | સાવરણી સુપડા બનાવનાર | 11000 |
16 | દુધ-દહી વેચનાર | 10700 |
17 | માછલી વેચનાર | 10600 |
18 | પાપડ બનાવટ | 13000 |
19 | અથાણા બનાવટ | 12000 |
20 | ગરમ , ઠંડાપીણા, અલ્યાહાર વેચાણ | 15000 |
21 | પંચર કીટ | 15000 |
22 | ફ્લોર મીલ | 15000 |
23 | મસાલા મીલ | 15000 |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળ માટે) | 20000 |
25 | મોબાઈલ રિપેરિંગ | 8600 |
26 | પેપર કપ તથા પેપર ડીશ બનાવટ (સખી મંડળ માટે) | 48000 |
27 | હેર કટિંગ (વાળંદ કામ) | 14000 |
28 | રસોઈકામ માટે પ્રેસર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી) | 3000 |
રજી કેવી રીતે કરવી:
- ઓનલાઈન અરજી e-Kutir પોર્ટલ (https://e-kutir.gujarat.gov.in/) દ્વારા કરી શકાય છે.
- યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
- ડ્રો દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને સૂચિત કરવામાં આવશે.