નમો લક્ષ્મી યોજના 2024 : આ યોજના હેઠળ સરકાર દીકરીઓ માટે રૂપિયા 50,000 હાજર સુધીની સહાય અપાશે. જાણો સંપૂર્ણ માહિતી

નમો લક્ષ્મી યોજના 2024 : શિક્ષણ દરેક દીકરી માટે જીવનમાં સફળતાની કુંજી છે. ગુજરાત રાજ્ય સરકારને દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વિશેષ મહત્ત્વ આપીને આર્થિક સહાય પૂરી પાડવાનો હેતુ છે. આ માટે, નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે, જે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની દીકરીઓ માટે શિક્ષણમાં સહાય પૂરી પાડે છે.

નમો લક્ષ્મી યોજના 2024 વિશેની વિગતો :

1. હેતુ :
નમો લક્ષ્મી યોજના રાજ્યની દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજના કિશોરીઓને શિક્ષણના દરેક સ્તરે સહાય પૂરું પાડીને તેમને સશક્ત બનાવે છે.

2. લક્ષ્ય જનસમૂહ :
  આ યોજના ગરીબ અને મધ્યમવર્ગ ના પરિવારો ની દીકરીઓ ને લક્ષ્ય બનાવીને શિક્ષણ માટે સહાય આપે છે.
–  ગુજરાત ની સરકારી અથવા ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

નમો લક્ષ્મી યોજના 2024 માટેના લાભો :

1. ધોરણ 9 અને 10 :
  વિધાર્થીનીઓ ને દર વર્ષે ₹10,000 ની સહાય મળશે.

2. ધોરણ 11 અને 12 :
–  વિધાર્થીનીઓ ને દર વર્ષે ₹15,000 ની સહાય મળશે.

3. કુલ સહાય :
–  ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી, કુલ ₹50,000 ની સહાય આપવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના 2024 માટે પાત્રતા માપદંડ :

અરજીકર્તા ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
વિદ્યાર્થીની મહિલા હોવી આવશ્યક છે.
સરકારી અથવા સરકારી સહાયિત શાળામાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી હોવી જોઈએ.
ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

નમો લક્ષ્મી યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા :

  1. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે, જ્યાં સ્કીમ માટેની વિગતો મળશે.
  2.  એકવાર રજીસ્ટ્રેશન શરૂ થાય પછી, તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
  3.  ફોર્મમાં તમારું નામ, શાળાનું નામ, ધોરણ, ઉંમર વગેરે માહિતી ભરીને સબમિટ કરવું પડશે.
  4.  અરજી મંજુર થયા બાદ, આર્થિક સહાય તમારા ખાતામાં જમા થશે.

નમો લક્ષ્મી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો :

1.  દોમિસાઈલ પ્રમાણપત્ર (સ્થાનિક નિવાસ પુરાવો)
2.  આધાર કાર્ડ
3.  જન્મ પ્રમાણપત્ર
4.  ગત વર્ષની માર્કશીટ
5.  જાતિનું પ્રમાણપત્ર
6.  આવકનું પ્રમાણપત્ર

નમો લક્ષ્મી યોજના 2024 નો હેતુ :

  • નમો લક્ષ્મી યોજના દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તેઓ પૈસા ની સમસ્યા વિના શિક્ષણ ચાલુ રાખી શકે.
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો મુખ્ય હેતુ છે, દીકરીઓને શિક્ષિત કરીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું.

–   આ યોજના ખાસ કરીને ગુજરાત ની દીકરીઓના શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે.

Leave a Comment