રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યા પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં 4660 PSI અને કોન્સ્ટેબલ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 15 એપ્રિલ, 2024 થી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થા ઇન્ડિયન રેલવે
પોસ્ટ કોન્સ્ટેબલ અને પીએસઆઈ
ખાલી જગ્યા 4660
છેલ્લી તારીખ 14 મે 2024
વય મર્યાદા 18થી 28 વર્ષ સુધી
ક્યાં અરજી કરવી rpf.indianrailways.gov.in

RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી પોસ્ટ અંગે માહિતી

પોસ્ટ કુલ જગ્યા
કોન્સ્ટેબલ 4208
સબ ઇન્સ્પેક્ટર 452
કુલ 4660

RPF Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

આરપીએફ ભરતી માટે ઉમેદવાર હોય ધ્યાનમાં રાખવા જેવી જોઈએ કે તેમની શૈક્ષણિક લાયકાત 10 પાસ હોવી જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે.

RPF Recruitment 2024 માટે વય મર્યાદા

કોન્સ્ટેબલ માટે ઉંમર 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આ વિશે જ્યારે સબ ઇન્સ્પેક્ટર માટે ઉંમર 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે અનામત ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવે છે એના માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું.

RPF Recruitment 2024 માટે અરજી ફી

  • જનરલ, OBC, EWS: ₹500
  • મહિલા ઉમેદવાર: ₹250
  • ફોર્મ સુધારા ફી: ₹250

RPF Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી?

આરપીએફ ભરતીમાં ઉમેદવાર અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ rpf.indianrailways.gov.in પર જવું પડશે અને તેના પછી તમારે તમારી વિગતવાર માહિતી ભરવી પડશે કોઈપણ માહિતી ખોટી ભરવામાં આવશે તો તમારું ફોર્મ માન્ય ગણવામાં આવશે નહીં. તમારી માહિતી ભર્યા પછી તમારે સબમિટ કરવાનું રહેશે પછી તમારે અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી મૂકી લેવી.

ભરતી માટે શારીરિક પાત્રતા માપદંડ

શારીરિક કસોટી:

ઊંચાઈ:

  • પુરૂષ (સામાન્ય અને OBC): 165 સેમી
  • મહિલા (સામાન્ય અને OBC): 157 સેમી
  • પુરૂષ (SC/ST): 160 સેમી
  • મહિલા (SC/ST): 152 સેમી

દોડ:

  • પુરૂષ (કોન્સ્ટેબલ): 1600 મીટર – 45 સેકન્ડમાં
  • પુરૂષ (PSI): 1600 મીટર – 6 મિનિટ 30 સેકન્ડમાં
  • મહિલા (કોન્સ્ટેબલ): 800 મીટર – 3 મિનિટ 40 સેકન્ડમાં
  • મહિલા (PSI): 800 મીટર – 4 મિનિટમાં

Leave a Comment