Sandeep maheshwari and vivek bindra news: જો તમે સોશિયલ મીડિયા ખુબ જ એક્ટિવ છો , તો તાજેતરમાં YouTube પર બે મોટા YouTubers સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વિવાદ વિશે ક્યાંક ને ક્યાંક જોયું કે વાંચ્યું હશે, પરંતુ તમારી વચ્ચે એવા ઘણા લોકો છે જેમને તેના વિશે કોઈ માહિતી નથી.
તો આજે આ લેખમાં આપણે સંદીપ મહેશ્વરી વિવેક બિન્દ્રા વિવાદ ની સંપૂર્ણ વિગતો વાંચવા જઈ રહ્યા છીએ તો ચાલો બંને યુટુબર્સ ની Controversy વિષે જાણીયે.
તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા બંને પોતપોતાના ક્ષેત્રોમાં ખૂબ જ લોકપ્રિય છે. YouTube અને સોશિયલ મીડિયા પર અને કરોડો લોકો તેમના વીડિયો જુએ છે. પરંતુ હાલમાં બંને વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે, તો ચાલો હવે Sandeep Maheshwari Vivek Bindra Controversy વિગતો જાણીએ.
કોણ છે Sandeep maheshwari?
સંદીપ મહેશ્વરી ખૂબ જ પ્રખ્યાત છે Motivational Speaker, YouTuber અને Entrepreneur (ઉદ્યોગપતિ) છે. સંદીપ મહેશ્વરી તેના મોટિવેશનલ વીડિયો ના કારણે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફેમસ છે, લોકો તેમના મોટિવેશનલ વીડિયોને ખૂબ પસંદ કરે છે અને આ જ કારણ છે કે સંદીપ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ પર 28 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
તમારી માહિતી માટે જણાવી દઈએ કે સંદીપ મહેશ્વરીએ તેમની 25 મિલિયનની યૂટ્યૂબ ચેનલ ને મોનેટાઇઝ કરી નથી એટલે કે એમને યૂટ્યૂબ માંથી ₹1 પણ આવક થતી નથી. તેથી જ પુરા વર્લ્ડ માં સૌથી મોટી નોન પ્રિફિટેબલ યુટ્યૂબ ચેનલ સંદીપ મહેશ્વરીની છે.
આ પણ વાંચો
- Chanakya Niti – જો તમે પૈસા બચાવવા અને બનાવવા માંગો છો ગાંઠ બાંધી લો ચાણક્ય ની આ 3 વાતો
- ફોન પે, પેટીએમ છોડો આ એપથી ફ્રી થશે રિચાર્જ , અપનાવો આ 2024 નવી પદ્ધતિ? જાણો સંપૂર્ણ માહિતી
- જાણો આજનો સોનાનો ભાવ 24 કેરેટ અને 22 કેરેટ માં , સોનું અને ચાંદી ખરીદવા માંગો છો કિંમત શું છે આજે જાણી લો ઘરે બેઠા
કોણ છે Vivek Bindra?
વિવેક બિન્દ્રા ભારતમાં લોકપ્રિય YouTuber, Motivational Speaker અને Entrepreneur છે. જે Bada Business કંપનીના સ્થાપક પણ છે. વિવેક બિન્દ્રા તેમના બિઝનેસ કોચિંગ વીડિયો અને મોટિવેશનલ વીડિયોના કારણે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફેમસ છે, લોકો તેમના બિઝનેસ ને લગતા વીડિયોને ખૂબ પસંદ કરે છે અને તેના જ વિવેક બિન્દ્રાની યુટ્યુબ ચેનલ પર 21 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. વિવેક બિન્દ્રા બાયોગ્રાફી વાંચો અહીં થી
શું છે પુરી Controversy? | Sandeep Maheshwari Vivek Bindra Controversy
સંદીપ મહેશ્વરીએ 12 ડિસેમ્બર ના રોજ તેમની YouTube ચેનલ પર “BIG SCAM EXPOSED” ટાઇટલ સાથેનો એક YouTube વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં ઓડિયન્સ માં બેઠેલ બે વિદ્યાર્થીઓ એ તેમની સાથે થયેલા કૌભાંડ વિશે વાત કરે છે કે યૂટ્યૂબ પર એક મોટા યુટુબરે કઈ રીતે તેમને ₹50,000 નો કોર્સ વેચ્યો પણ રીટર્ન મેં તેમને કશું વેલ્યુ મળી નહિ અને એમને એક સેલ્સમેન બનાઈ દીધા.
તેમજ, કોર્સ ખરીદતી વખતે, તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કોર્સ ખરીદ્યા પછી, તમે પૈસા કમાવવાનું શરૂ કરી શકશો અને બિઝનેસ કરવાનું શીખી જશો. પરંતુ તે બંને સાથે આવું કંઈ બન્યું ન હતું. વિડીયો માં બતાવ્યા મુજબ કોર્સ ખરીદ્યા પછી, બેમાંથી એક પણ વિદ્યાર્થીએ એક રૂપિયો પણ કમાયો નથી. આગળ, બંને વિદ્યાર્થીઓએ વિડિયોમાં જણાવ્યું કે આ કોર્સ જે યુટુબર્સ જોડે થી લીધો હતો એ કોર્સમાં બતાવેલ બધી જ માહિતી યૂટ્યૂબ માં મફત માં ઉપલબ્ધ છે. આ બધી માહિતી અમે નીચે આપેલ વિડીયો પરથી લીધેલ છે.
આ ઉપરાંત, તેણે વધુમાં જણાવ્યું કે હજારો વિદ્યાર્થીઓ અને તેમના જેવા ઘણા લોકો છે, જેમની સાથે આ કૌભાંડ થયું છે, જેમને રૂ. 50,000 થી રૂ. 1 લાખ સુધીના મોંઘા કોર્સ છે વેચવામાં આવ્યા છે, પરંતુ કોર્સ ખરીદ્યા બાદ તેમને કોર્સ માં કહ્યા મુજબ વળતર મળ્યું નથી.
પછી આગળ વીડિયોમાં સંદીપ મહેશ્વરીએ કહ્યું કે તમારે બધાએ આવી બાબતોથી બચવું જોઈએ અને આવા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ, આ પછી તેમનો “BIG SCAM EXPOSED” વિડિઓ સમાપ્ત થાય છે.
આ રીતે શરૂ થયો સંદીપ મહેશ્વરી વિવેક બિન્દ્રા વિવાદ.
જો કે સંદીપ મહેશ્વરીના “BIG SCAM Exposed” વિડિયો માં ક્યાંય વિવેક બિન્દ્રાનું અને તેમના બિઝનેસનું નામ લેવામાં આવ્યું ન હતું , પરંતુ તે વીડિયોની કોમેન્ટમાં, લોકોએ વિવેક બિન્દ્રા જીનું નામ લેવાનું શરૂ કરી દીધું હતું.
પછી બીજા દિવસે સંદીપ મહેશ્વરીની યૂટ્યૂબ ચેનલમાં એક કોમ્યુનિટી પોસ્ટ આવે છે, જેમાં તે કહે છે કે તેની ટીમ ઉપર સ્કેમ કરવાવાળા લોકો દ્વારા “BIG SCAM EXPOSED” વિડિયોને ડિલેટ કરવા પર દબાણ આપવામાં આવ્યું . નીચે ફોટોમાં જોઈ શકો છો.
સંદીપ મહેશ્વરીએ ખુલ્લેઆમ વિવેક બિન્દ્રાનું નામ લીધું
એક કોમ્યુનિટી પોસ્ટ પછી, બીજા દિવસે સંદીપ મહેશ્વરીની બીજી કોમ્યુનિટી પોસ્ટ આવે છે, જેમાં તેમણે વિવેક બિન્દ્રાનો નામ લેવામાં આવ્યું. કોમ્યુનિટી પોસ્ટમાં, સંદીપ મહેશ્વરી વિવેક બિન્દ્રાને કહે છે, “મારા પ્રિય વિવેક, એક તરફ તમે મારી ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે અને બીજી તરફ, તમે તમારા કર્મચારીઓને મારા ઘરે મોકલી રહ્યા છો, તે પણ એક વાર નહિ વારંવાર મોકલ્યા છે, શું તમને લાગે છે કે હું આવી ધમકી થી ડરી જઈશ. આગળ નીચેના ફોટોમાં વાંચો.
આ રિસ્પોન્સ વિવેક બિન્દ્રા તરફથી આવ્યો!
સંદીપ મહેશ્વરીની કોમ્યુનિટી પોસ્ટ પછી વિવેક બિન્દ્રાએ પણ તેની કોમ્યુનિટી પોસ્ટ તેની YouTube ચેનલ પર પબ્લિશ કરી, જેમાં તેને સંદીપ મહેશ્વરીને રીપ્લાય આપ્યો છે જે તમે નીચેં આપેલા ફોટા માં વાંચી શકો છો.
આ પછી વિવેક બિન્દ્રાએ કહ્યું કે તમે મારો નંબર બ્લોક કરી દીધો છે અને તમે તમારી કોમ્યુનિટી પોસ્ટ પર અમારી 5000 પોઝિટિવ કમેન્ટ્સ ડિલેટ કરી દીધી છે. મેં મારા ડાયરેક્ટર અને સ્ટાફને તમારા ઘરે મોકલ્યો છે જેથી તે તમારી સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરી શકે અને અમે આ વિષય પર ચર્ચા કરી શકીએ. નીચે ફોટામાં માં વાંચો.
આ સિવાય, વિવેક બિન્દ્રાએ કહ્યું કે અમે એવા લોકોને નોટિસ મોકલી રહ્યા છીએ જેઓએ કોઈપણ સાચી માહિતી વિના અમારા પર વીડિયો બનાવ્યા છે અને એ બધા પર અમે કાનૂની કાર્યવાહી પણ કરવાના છીએ.
લોકોના શું મંતવ્યો છે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા કન્ટ્રોવર્સી પર
એવા ઘણા લોકો છે જેમના પૈસા Bada Businessમાં ફસાયેલા છે અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો સંદીપ મહેશ્વરીના સમર્થનમાં ઉભા છે. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ વિવેક બિન્દ્રાનું સમર્થન કરી રહ્યા છે અને બંનેને એક પ્લેટફોર્મ પર આવીને દરેક વાત પર ચર્ચા કરવા કહી રહ્યા છે.
આ અંગે તમારો શું વિચાર છે? તમે નીચેના કોમેન્ટ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખમાંથી સંદીપ મહેશ્વરી વિવેક બિન્દ્રા વિવાદ વિશે માહિતી મળી હશે, કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ સંદીપ મહેશ્વરી વિવેક બિન્દ્રા વિવાદ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે.