વિકલાંગ લોન યોજના 2024 – વિકલાંગને મળશે સાવ ઓછા વ્યાજ પર લોન આ રીતે કરો આવેદન sje.gujarat.gov.in

Viklang loan yojana 2024: રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ દ્વારા વિકલાંગ ભાઈ બહેનોને મળશે 10,000રૂ થી 5,00,000રૂ સુધી લોન એ પણ સાવ ઓછા વ્યાજ પર. લોનની અરજી કરવા માટે sje.gujarat.gov.in પોર્ટલ પર જવું પડશે. 

વિકલાંગ લોન યોજના 2024 ની પાત્રતા, અરજી કરવાની પ્રક્રિયા, વ્યાજદર આ બધાની માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવશે.

વિકલાંગ લોન યોજના 2024

Viklang loan yojana 2024

રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ દ્વારા વિકલાંગ ભાઈ બહેનોને શૈક્ષણિક હેતુ માટે, મુદતી ધિરાણ, વ્યવસાય માટે લોન આપવામાં આવે છે.

વિકલાંગ લોન યોજના માટે પાત્રતા 

  • વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ.
  • શહેરી વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
  • વિકલાંગનું પ્રમાણ ૪૦ ટકા કે તેથી વધુ હોવું જોઇએ. 
  • માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અરજદાર વ્યવસાય માટે લોન લેવા માંગતો હોય તો પૂરતું અનુભવ હોવો જોઈએ અથવા વ્યવસાય ને લગતી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર ગુજરાત નો નિવાસી હોવો જોઈએ.

વિકલાંગ લોન યોજના માટે વ્યાજદર 

Viklang Loan Yojana માં 5% થી 8% સુધી વ્યાજદર નક્કી કરવામાં આવ્યું છે. મહિલા લાભાર્થી માટે 1% ઓછું વ્યાજ ચૂકવવું પડશે આ લોન યોજનામાં.

લોનની રકમ  વ્યાજદર 
50 હજાર સુધી  5%
50 હજાર થી 5 લાખ સુધી  6%
5 લાખ થી વધુ માટે  8%

 

વિકલાંગ લોન યોજના 2024 માટે આવેદન 

વિકલાંગ લોન યોજના નો લાભ લેવા માટે ઓફલાઈન આવેદન કરવું પડશે. તમારે લોન લેવા માટે રાષ્ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગર અથવા જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો પડશે. નિગમ જોડે પૂરતું ફંડ હશે તો જ લોન માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વની લિંક 

વિકલાંગ લોન યોજના પીડીએફ  અહીં ક્લિક કરો 
વેબસાઈટ  અહીં ક્લિક કરો 

Leave a Comment