Railway RPF Bharti 2024: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી, 4660 જગ્યાઓ 10 પાસ માટે જાહેર

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) 2024 માં મોટી ભરતી: 4660 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ભારતીય રેલ્વે દ્વારા રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં 4660 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાં કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર ના પદ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવાનું કાર્ય કરવામાં આવી રહી છે.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ માટે અરજી ફી:

  • સામાન્ય/OBC ઉમેદવારો માટે: ₹500
  • મહિલા/EWS ઉમેદવારો માટે: ₹250

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

  • 18 થી 28 વર્ષ (1લી જાન્યુઆરી 2024 ના આધારે)

શૈક્ષણિક લાયકાત:

  • કોન્સ્ટેબલ: 10મું પાસ
  • સબ-ઇન્સ્પેક્ટર: સ્નાતક 

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ માટે પસંદગી પ્રક્રિયા:

  • કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપન પરીક્ષણ (PMT) (ફક્ત CBT માં પાસ થયેલા ઉમેદવારો માટે)
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

પગાર:

  • કોન્સ્ટેબલ: ₹21700/- પ્રતિ માસ + ભથ્થાં
  • સબ-ઇન્સ્પેક્ટર: ₹35400/- પ્રતિ માસ + ભથ્થાં

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ની અરજી કેવી રીતે કરવી:

ઉમેદવારોએ ઓનલાઇન https://www.rrbapply.gov.in વેબસાઈટ પર 15મી એપ્રિલ 2024 થી 14મી મે 2024 ની વચ્ચે અરજી કરવી પડશે.

બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખો કારણકે ઓનલાઈન ફોર્મ ભરતી સમયે તેમને અપલોડ કરવાની જરૂર પડશે.

ફી ચુકવણી ઓનલાઈન મોડ દ્વારા કરી શકાશે.

આ એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઉમેદવારોએ આ તકનો લાભ લેવા માટે ઝડપથી અરજી કરવી જોઈએ.

સત્તાવાર સૂચના:- RPF , SI
ઓનલાઈન અરજી: અહીં ક્લિક કરો

Leave a Comment