Vajpayee Bankable Yojana:ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા માટે Vajpayee Bankable Yojana 2023 હેઠળ લોન સહાય આપવામાં આવશે. ગુજરાતમાં નાના ઉદ્યોગ સાથે સંકળાયેલ કારીગરોને ખાનગી અને સરકારી બેન્ક દ્વારા ઓછા વ્યાજના દરે લોન ની સહાય આપવામાં આવશે.
આ આર્ટિકલમાં anyrorgujarat દ્વારા શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, vajpayee bankable yojana gujarat form pdf, vajpayee bankable yojana bank list, vajpayee bankable yojana online registration last date, vajpayee bankable yojana gujarat details, vajpayee bankable yojana status check વગેરે ની માહિતી ગુજરાતી માં આપવામાં આવશે.
Vajpayee Bankable Yojana 2023 શું છે ?
ગુજરાત સરકારની Manav Kalyan Yojana 2023 નો લાભ લેવા માટે Commissioner of Cottage and Rural Industries(Government of Gujarat) દ્વારા e-Kutir Portal લોન્ચ કરેલ છે. માનવ ગરિમા યોજનાનું ફોર્મ ભરવા માટે e-Samaj Kalyan Portal બનાવેલ છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana 2023” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, અને બેન્ક દ્વારા મહત્તમ 8 લાખની લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ લોન પર 1 લાખથી 1.25 લાખ સુધીની સબસીડી આપવામાં આવૅ છે, જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરેલ છે.
Gujarat Vajpayee Bankable Yojana: વિગત
યોજનાનું નામ | Shri Vajpayee Bankable Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી |
યોજનાનો હેતુ | આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર મળવાપાત્ર સબસીડી | આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે. |
Official Website | Click Here |
Online Apply | https://blp.gujarat.gov.in/ |
વાજપાઇ બેન્કેબલ યોજનાની પાત્રતા (eligibility criteria)
Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. શ્રી બાજપાઈ બેંકેબલ યોજના માં કોને સહાય કરવામાં આવે છે તેની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ આપેલી છે.
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
- અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
- આવક મર્યાદા નથી
ઈ શ્રમ કાર્ડમાં દર મહિને ₹ 500 થી ₹ 1000 મળશે ,બેલેન્સ ચેક ઘરે બેઠા કેવી રીતે કરવું?
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
કિસાન ક્રેડિટ કાર્ડ બનતા વાર નહિ લાગે , આ છે સરળ જુગાડ, ખેડૂતને ઓછા વ્યાજે ઈ1 લાખની સુવિધા,
વાજપાઇ બેન્કેબલ યોજના સહાયની મહત્તમ મર્યાદા
ક્રમ | ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) | ||
1 | ઉદ્યોગ | ₹1,25,000 | ||
2 | સેવા | ₹1,00,000 | ||
3 | વેપાર | જનરલ કેટેગરી | શહેરી | ₹.60,000 |
ગ્રામ્ય | ₹.75,000 | |||
રીઝર્વ કેટેગરી | શહેરી/ ગ્રામ્ય | ₹.80,000 | ||
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.1,25,000/- રહેશે. |
વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
લાભાર્થીઓને VBY Yojana નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે. તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.
- શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ચૂંટણીકાર્ડ
- લાભાર્થીનું આધારકાર્ડ (આધારકાર્ડ ડાઉનલોડ કરો)
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
- જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
- 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
- જે સાધન–ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
- નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
- વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
ક્યા-ક્યા વ્યવસાય માટે વાજપેયી બેંકેબલ લોન આપવામાં આવે છે?
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
ક્રમ | ક્ષેત્રનું નામ | સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 53 |
2 | કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ | 42 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 32 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 12 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 10 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
7 | ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 18 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 17 |
10 | ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
11 | ડેરી ઉદ્યોગ | 5 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 6 |
13 | ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 18 |
14 | ચર્મોદ્યોગ | 6 |
15 | અન્ય ઉદ્યોગ | 23 |
16 | સેવા પ્રકારના વ્યવસાય | 51 |
17 | વેપાર પ્રકારના ધંધાઓ | 53 |
395 |