ITR Return Last Date 2023-24: છેલ્લી તારીખ સુધી ITR નહિ ભર્યું તો દંડ તો થશે , તેની સાથે જેલ પણ થઇ શકે છે.

ભારતમાં 2023-24 વર્ષમાં 5.83 કરોડ લોકોએ Income Tax Return ભર્યું છે. ITR Return Last Date 31 જુલાઈ 2023 છે, બધા ટેક્સ ભરનારાઓ એ છેલ્લી તારીખ સુધીમાં આ વર્ષનું આઈટીઆર ભરી દેવું નહિ તો 5000 લેટ ફી ભરવી પડશે. www.incometax.gov.in વેબસાઈટ પર છેલ્લા સમય એરર આવશે એટલે બને એટલું ઝડપી ઈન્ક્મ ટેક્સ ફાઈલ કરી દેવું.

આ વખતે આવકવેરો ભરવા માટે છેલ્લી તારીખમાં વધારો થઇ શકે એવું લાગતું નથી તેથી 31 જુલાઈ પહેલા ITR return ભરી દેવું નહિ તો થશે દંડ અને કર ચોરીના ગુનામાં જેલ પણ થઇ શકે છે.

ITR Return Last Date 2023-24

ITR Return Last Date

દર વખતની જેમ આ વખતે પણ Income tax last date માં વધારો થશે એવું તમે વિચારી રહ્યા હોય તો ભૂલી જજો કે આ વખતે પણ કર વેરો ભરવાની છેલ્લી તારીખમાં  વધારો હશે, કેમ કે હજી કોઈ ઓફિસિયલ ન્યુઝ આવ્યા નથી તારીખ વધવાની બાબતના.

બધા આવક કર દાતાઓએ તારીખ 31 જુલાઈ પહેલા પોતાનો ITR filling કરી દેવો. દેશમાં 5 કરોડ થી પણ વધારે ટેક્સ ફાઈલ થઇ ગઈ છે. આ વખતે દેશના ઘણા ભાગોમાં પૂર આવ્યા છે તેથી ભારત સરકાર  ITR ફાઇલ કરવાની તારીખ વધારી શકે છે એવું માનવું છે.

 ITR Late filing fee

 ITR ફાઇલ ની લેટ ફી આ મુજબ નક્કી કરવામાં આવી છે.

  • જો તમારી આવક 5 લાખ કરતા ઓછી હોય તો 1000 rs  લેટ ફી 
  • જો તમારી આવક 5 લાખથી વધુ હોય તો 5000RS લેટ ફી 

આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ઓનલાઇન ભરવાની પ્રક્રિયા (income tax filing online steps)

આવકવેરો કોઈ પણ પગારદાર, નોન સેલેરી વ્યક્તિ, કોઈ પણ કંપની ભરી શકે છે. નીચે મુજબ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન લેપટોપ અથવા મોબાઈલ થી income tax return filing કરી શકો છો.

  • પગલું 1: સૌપ્રથમ આવકવેરા વિભાગની E – FILLING  વેબસાઈટ પર જાઓ,
  • પગલું 2: જો તમે ઈ-ફાઈલિંગ પહેલીવાર કરી રહ્યા છો તો પોર્ટલ પર નોંધણી કરો,
  • પગલું 3: જો તમે પહેલે થી  જ નોંધણી કરાવી હોય, તો લોગ-ઇન કરો. લોગ ઇન કરવા માટે તમારું યુઝર આઈડી અને તમારો પાસવર્ડ દાખલ કરો,  (User ID તમારું પાન કાર્ડ નંબર હશે.)
  • સ્ટેપ 4: લોગ ઈન કર્યા પછી, સ્ક્રીન પર ‘e-File’ Menu હેઠળ ‘ File Income Tax Return’ વિકલ્પ દેખાશે તેની પર ક્લિક કરો.

income tax filing online steps

  • પગલું 5: Select Assessment year માં ચાલુ વર્ષ પસંદ કરો.
  • પગલું 6: પછી Select Mode of Filing માં  “ઓનલાઈન” મોડ પસંદ કરી Continue પર ક્લિક કરો.
  • પગલું 7:  પછી Please select the status applicable to you to proceed further માં તમે 1.Individual , 2.હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF),  3.Others આ ત્રણ માંથી તમારે Individual વિકલ્પ પસંદ કરવાનો.
  • પગલું 8: પછી You need to choose an ITR Form to proceed “ફિલિંગ પ્રકાર” હેઠળ 139(1)- ઓરિજિનલ રિટર્ન પસંદ કરો અને પછી Select ITR Form માં “ITR-1” પસંદ કરો.
  • પગલું 9: પછી તમારું રિટર્ન ભરવાનું કારણ દાખલ કરો.
  • પગલું 10: તમારા બેંક ખાતાની વિગતો દાખલ કરો. જો તમે તમારા બેંક ખાતાની માહિતી પહેલેથી જ આપી દીધી હોય, તો વિગત ચેક કરીને Continue કરો.
  • પગલું 11: પછી તમને તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. પેજમાં ઘણી બધી માહિતી પહેલાથી દાખલ કરવામાં આવશે. તપાસો કે આપેલ તમામ માહિતી સાચી છે. તમારા Form -16 મુજબ તપાસો અને SUBMIT કરો.
  • પગલું 12: તમે આધાર OTP અથવા EVC (ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ) નો ઉપયોગ કરીને તમારું ITR ફાઈલ ભરો.
  • પગલું 13: એકવાર તમારું રિટર્ન ફાઇલ થઈ જાય, ITR V રસીદ તમારા નોંધાયેલા ઇમેઇલ પર મોકલવામાં આવશે
  • પગલું 14: તમે ITR ની ચકાસણી કર્યા પછી, વિભાગ તેની પ્રક્રિયા કરવાનું શરૂ કરશે અને તમને તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર મેસેજ આવશે કે તમારું ITR ક્મ્પ્લેટ ભરાઈ ગયું છે.

ફક્ત ભારત સરકારની સત્તાવાર સાઇટ પરથી જ ITR ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ ત્યાં છે. ખાનગી ક્ષેત્રના ઘણા પ્લેટફોર્મ જે ITR ફાઇલ કરે છે. રિટર્ન ફાઈલ કરવાના બદલામાં તેઓ તમારી પાસેથી અમુક ફી વસૂલે છે.

Leave a Comment