Ayushman Card Download In Gujarati: ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો આ રીતે

Ayushman Card Download In Gujarati: ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના શરુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ફ્રી માં બનાવવામાં આવે છે. તમે પણ તમારું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે અને ક્યાંય ખોવાઈ ગયું છે અથવા તૂટી ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી.

આજે અમે તમને આ આર્ટિકલમાં કેવી રીતે ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આપીશું.

તમે જો અત્યાર સુધી આયુષ્માન કાર્ડ બનાવ્યું નથી તો જલ્દી થી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બનાવી દેજો. આ રીતે ઘરે બેઠા બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો. Ayushman Card Online Apply

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? ।

Ayushman Card Download 

Ayushman Card Download In Gujarati

તમે પણ ઘરે બેઠા બેઠા મોબાઈલ થી નીચે આપેલ 3 રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો, તેના માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો.

  1. PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો 
  2. BIS દ્વારા Download Ayushman Card
  3. હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ મેળવવું

1.PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

  1. STEP 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. https://setu.pmjay.gov.in/setu
  2. STEP 2 : જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે.

(ત્યાં જો તમે પહેલા થી જ આઇડી બનાવેલું છે તો ડાયરેક્ટ Download Card પર ક્લિક કરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.)

  1. STEP 3 : રજીસ્ટ્રેશન કર્યા પછી હોમ પેજમાં જઈને આધાર કાર્ડ સાથે Do Your KYC પર ક્લિક કરીને KYC કરવાની રહેશે. ત્યાર બાદ હોમપેજ માં જઈને મોબાઈલ નંબર દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.
  2. STEP 4 : ત્યાર બાદ verify પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા આધાર સાથે લિંક મોબાઈલ માં OTP આવશે.
  1. STEP 5 : પછી નવા પેજ પર જશો જેમાં તમે રાજ્ય, શહેર અથવા ગામડું સિલેક્ટ કરી ને તમારું નામ ચેક કરી શકો છો કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ, પછી તમારે ઉપર ત્રણ ડોટ પર ક્લીક કરવાનું રહેશે અને Download Ayushman Card પર ક્લિક કરવાનું રહેશે .
  1. STEP 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે 2 ઓપ્શન આપવામાં આવશે 1. village /Town wise 2. HHID
  2. STEP 7: જો તમારી પાસે 24 અંક નો HHID નંબર છે તો HHID સિલેક્ટ કરો અને જો HHID નથી તો તમારું નામ શહેર અથવા ગામ (village /Town wise) ના લિસ્ટ માંથી ચેક કરવું છે

1.Village/Town Wise દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે   વિગતો ભર્યા પછી, આખું લિસ્ટ ખુલશે તેમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે. જો તમારું નામ છે, તો તમે સૂચિમાં નામ ચકાસી શકો છો.

આ પણ વાંચો 

  1. મફત સોલાર ચૂલા  યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, જાણો સંપૂર્ણ માહિતી

  2. પાવર ટીલરની ખરીદવા 2024 માટે રૂ. 1.20 લાખની સબસિડી મળશે, અહીં અરજી કરો

  3. આઇ ખેડૂત યોજના 2024 સબસીડી યોજનાઓ નું લીસ્ટ, અરજી કેવી રીતે કરવી ,પાત્રતા અને 50 % સહાય ની સંપૂર્ણ માહિતી જાણો અહીં થી

2.HHID દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે, HHID તમારે દાખલ કરવાના રહેશે અને ત્યાર બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે.

  1. STEP 8 : ત્યારબાદ જે પણ નામ તમે સર્ચ કર્યું હશે તેનું લિસ્ટ બતાવશે અને જે જે પણ લોકો ના આયુષ્માન કાર્ડ બની ગયેલા હશે તેમાં તમને Card Status માં Complete લખેલું આવશે.
  1. STEP 9 : ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તે વ્યક્તિ નો મોબાઈલ નંબર (આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તે) નાખવાનો રહેશે ત્યાર બાદ તેમાં ઓટપ આવશે અને તે OTP સબમિટ કર્યાબાદ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  2. STEP 10 : OTP દાખલ કર્યાબાદ આયુષ્માન કાર્ડ Download નું ઓપ્શન જોવા મળશે અને PDF ડાઉનલોડ થઇ જશે.

BIS દ્વારા Ayushman Card Download કરો 

  1. સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જવાનું રહેશે. https://bis.pmjay.gov.in/BIS/mobileverify
  2. ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  4. ચેકબોક્સ સિલેક્ટ કરીને Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
  5. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  6. ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  7. ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

નોંધઃ BIS દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.

3. હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવવું?

તમે ખાનગી હોસ્પિટલમાં જઈને પણ આયુષ્માન કાર્ડ મેળવી શકો છો અનેઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરાવી શકો છો .

  1. લાભાર્થીઓ ખાનગી હોસ્પિટલોમાં જઈને પણ આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
  2. આ માટે સૌથી પહેલા તમારી નજીકની હોસ્પિટલમાં જાવ.
  3. ત્યાં તમારે તમારી સાથે સંબંધિત દસ્તાવેજો લઈ જવા પડશે.
  4. હવે તમારે ત્યાં તમારી આયુષ્માન યોજના સૂચિમાં તમારું નામ ચેક કરાવો.
  5. જો તમારું નામ યાદીમાં હોય તો લાભાર્થી હોસ્પિટલની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
  6. પછી થોડા દિવસો પછી લાભાર્થી તે જ હોસ્પિટલમાં જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.

સારાંશ 

અમે તમને આ આર્ટિકલમાં જણાવ્યું કે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ત્રણ રીતે કરી શકો છો. હોસ્પિટલોમાં જઈને, PMJAY SETU વેબસાઈટ દ્વારા અને BIS દ્વારા. અમને વિશ્વાસ છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. બીજા સુધી શેર જરૂર કરજો.

Leave a Comment