Conjunctivitis eye Flue in gujarati: કન્જકટીવાઈટિસ આંખનો રોગ શું છે, આંખ આવે તો ગભરાશો નહિ.

Conjunctivitis eye infection in gujarat  હાલ ગુજરાતમાં બધી જગ્યાએ ફેલાઈ રહ્યો છે, ગુજરાતમાં બધા જિલ્લામાં કંજંક્ટિવાઇટિસના કેસો આવી રહ્યાં છે. કન્જકટીવાઈટિસ એક આંખનો રોગ છે. જે વાયરસથી ફેલાય છે. કન્જક્ટીવાઈટીસ આંખને અડવાથી, છીંક, ઉધરસ થી ફેલાય છે. કંઝક્ટિવાઈટિસ આંખ જોવાથી ફેલાતો નથી. કંઝક્ટિવાઈટિસ ઈન્ફેક્શન થાય તો ગભરાવવાની જરૂર નથી. નજીકના સારવાર કેન્દ્રમાં જશો એટલે મટી જશે અને જો તમે દવાખાને નથી જતા તો પણ 6 થી 7 દિવસમાં મટી જશે.

આંખ આવે તો ગભરાશો નહિ, યોગ્ય અને સાચી જાણકારીથી સુરક્ષિત રહો. conjunctivitis in gujarat AnyRor Gujarat દ્વારા આ આર્ટિકલમાં કંઝક્ટિવાઈટિસ (આંખ આવવી કે લાલ થવી) આંખના રોગ વિષે સંપૂર્ણ સાચી માહિતી આપીશું.

[uta-template id=”824″]

 

મહત્વના key Points: આંખમાં ખંજવાળ આવે તો શું કરવું, આંખમાં પાણી આવવું, આંખમાં પીયા આવવા, આંખમાં ચીપડા આવવા લાલ થવી, આંખમાં દુઃખાવો થવો, આંખમાંથી સતત પાણી પડવું.

Conjunctivitis eye Flue

કન્જકટીવાઈટિસ આંખનો રોગ શું છે? (Conjunctivitis eye infection)

  • કંઝક્ટિવાઈટિસએ એક પ્રકારની નેત્રસ્તર(conjunctiva) પરની બળતરા છે, જે આંખની કિકી ના સફેદ ભાગનું રક્ષણ કરે છે.
  • કન્જકટીવાઈટિસ રોગને ગુલાબી આંખ (Pink Eye) તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • Conjunctivitis eye infection મોંટે ભાગે બેકેટરિયલ અથવા વાયરલ ચેપના કારણે થાય છે.
  • શરદી, ઉધરસ, શ્વસન ચેપના લક્ષણોના લીધે કંઝક્ટિવાઈટિસ થઇ શકે છે.
  • ચશ્માં યોગ્ય રીતે સાફ કરવામાં આવ્યા નથી અથવા બીજાના ચશ્માંનો ઉપયોગ તમે કરો છો તો આ ચેપના લીધે કન્જકટીવાઈટિસ થઈ શકે છે.
  • કન્જકટીવાઈટિસ રોગમાં આંખમાં બળતરા અને દુખાવો થાય છે તેમજ આંખમાંથી સતત પાણી આવે છે.

કન્જકટીવાઈટિસ થવાનાં (Conjunctivitis) મુખ્ય કારણ 

કન્જકટીવાઈટિસ મુખ્ય ત્રણ પ્રકારે થાય છે.

  1. Viral Conjunctivitis: વાયરલ કન્જક્ટિવાઈટિસ ચેપી છે.
  2. Bacterial Conjunctivitis: બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટિસ ચેપી છે.
  3. Allergic conjunctivitis: એલર્જી કન્જક્ટિવાઈટિસ ચેપી નથી.

1.Viral Conjunctivitis

viral Conjunctivitis
source: American Academy of Ophthalmology 2023

વાયરલ કન્જક્ટિવાઈટિસ સામાન્ય રીતે સ્કૂલ, હોસ્ટેલ , ભીડવાળી જગ્યા પર રહેતા લોકો અને બાળકોમાં થાય છે. વાયરલ  કન્જક્ટિવાઈટિસ ખુબ જ ચેપી છે. સામાન્ય રીતે આમાં લાલ આંખ થાય છે, આંખમાં બળતરા થાય છે અને પાણી પડે છે. આ રોગ સામાન્ય રીતે વાયરસ થી ફેલાય છે શરદી, ઉધરસ, ગાળું ખરાબ હોય એમને જલ્દી થી આ ઇન્ફેક્શન થાય છે. 

કન્જકટીવાઈટિસ માટે આંખમાં નાખવાના ટીપાંનું લિસ્ટ 
 ગ્લુકોમા માટે એસીટાઝોલામાઇડ શુષ્ક આંખો માટે એસિટિલસિસ્ટીન
એન્ટાઝોલિન અને ઝાયલોમેટાઝોલિન Apraclonidine
એટ્રોપિન  એલર્જી માટે Azelastine 

2.Bacterial Conjunctivitis

Bacterial Conjunctivitis eye
Source: American Academy of Ophthalmology 2023

બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટિસ માં ચેપના કારણે તમારી આંખ લાલ થાય છે. આંખમાંથી ધોળા કલરનું ચીકણું પાણી સ્ત્રાવ થાય છે.  ઘણીવાર બેક્ટેરિયલ ચેપના લીધે આંખ ગુલાબી પણ બને છે, જે strep throat નું કારણ પણ બની શકે છે.

3.Allergic conjunctivitis

Source: American Academy of Ophthalmology 2023

એલર્જિક કન્જકટીવાઈટિસ એ ગુલાબી આંખનો એક પ્રકાર છે. જે પ્રાણીઓ, સિગારેટ ધુમાડો, વાયુ પ્રદુષણ તેમજ પર્યાવરણ ની વસ્તુથી એલર્જી થતી હોય તેમને એલર્જિક કન્ઝકિવાઇટિસ થઇ શકે છે. Allergic conjunctivitis ચેપી રોગ નથી.

કંજંક્ટિવાઇટિસ ના લક્ષણો શું છે?

કંજંક્ટિવાઇટિસના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.

  • એક અથવા બંને આંખો લાલ થવી.
  • એક અથવા બંને આંખોમાં ખંજવાળ.
  • એક અથવા બંને આંખોમાં તીવ્ર બળતરા થવી.
  • એક અથવા બંને આંખોમાં ચીકણું પાણી આવવું, જે રાત્રે પોપડો બનાવે છે અને આંખોને સવારમાં ખુલતા અટકાવી શકે છે.
  • પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા હોય છે, જેને ફોટોફોબિયા કહેવાય છે.
  • બંને આંખ માં અથવા એક આંખમાં દુખાવો થવો.

કંજંક્ટિવાઇટિસમાં શું કરવું 

કન્જકટીવાઈટિસ થાય ત્યારે આટલી વસ્તુનું ધ્યાન આપવું જોઈએ.

  • જેને કંજંક્ટિવાઇટિસ થાય એને ચશ્માં પહેરવા જોઈએ,
  • જેને કંજંક્ટિવાઇટિસ થાય એને પોતાનો રૂમાલ તેમજ કપડાં અલગ રાખવા,
  • જેને કંજંક્ટિવાઇટિસ થાય એને વારંવાર હાથ ધોવા(મોં પર હાથ લાગે તો ફરજીયાત હાથ ધોવા જોઈએ.)
  • જેને કંજંક્ટિવાઇટિસ થાય એને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ,
  • 12 થી 24 કલાકમાં જો લક્ષણો ઓછા ના થાય તો સારવાર કરાવી.

કંજંક્ટિવાઇટિસમાં શું ના કરવું

  • જેને કંજંક્ટિવાઇટિસ થાય એને વારંવાર આંખ મોં ને સ્પર્શ કરવો નહિ 
  • જેને આંખ ફ્લુ થયો હોય એની વસ્તુથી દૂર રહેવું.
  • જાતે જ મેડિકલ માંથી લાવી ને કોઈ પણ આંખના ટીપા નાખવા નહિ , ડોક્ટર જોડે ફરજીયાત જવું.
આંખના ભયાનક રોગ
મોતિયો કોર્નિયાના ચાંદા
પાંપણનો સોજો આંજણી

 

Leave a Comment