બોનસ શેર – આ ગુજરાતની કંપની એ 2 શેર ધારકો માટે 1 શેર બોનસ તરીકે જાહેર કર્યો, જાન્યુઆરી 2024 માં આપશે બોનસ શેર

NSE: KPIGREEN (KPI ગ્રીન એનર્જી લિમિટેડ) –  KPI ગ્રીન એનર્જી લિમિટેડ, જે અગાઉ KPI ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરીકે જાણીતી હતી, solar અને hybrid sector માં અગ્રણી કંપની છે.
 
ગુજરાત સ્થિત આ કંપની સોલાર અને હાઇબ્રિડ પાવર જનરેશન માં મુખ્ય કંપની છે. તેનું પ્રાથમિક ધ્યાન વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ દ્વારા સૌર અને હાઇબ્રિડ પાવર સોલ્યુશન્સ પહોંચાડવા પર છે.

KPI ગ્રીન બોનસ શેરની જાહેરાત

kpi green bonus share announcementછKPI ગ્રીન એનર્જી લિ.એ તેના શેરધારકોને દરેક બે શેર માટે એક બોનસ શેર જારી કરવાનો નક્કી કર્યું છે. તાજેતર માં  30 ડિસેમ્બર, 2023ના રોજ બોર્ડ મીટિંગ બાદ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા બોનસ શેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. બોનસ શેર ઇશ્યુ કરવાની રેકોર્ડ તારીખ હજુ નક્કી કરવાની બાકી છે, પરંતુ જાન્યુઆરી 2024 ના અંત સુધી બોનસ શેર ઇસ્યુ થઇ શકે છે.

આ પણ વાંચો 

  1. સરકારે લાખો ખેડૂતો માટે એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે, તેઓ પોતે કઠોળ ઓનલાઈન વેચી શકશે, પૈસા સીધા ખાતામાં આવશે જાણો 
  2. આ સ્મોલ ફાઇનાન્સ બેંકે નોકરિયાત પ્રોફેશનલ્સ માટે નવું ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે જાણો આટલા ફાયદા થશે
  3. આ ખેતીની એવી પદ્ધતિ છે, જેનાથી ખેડૂતોની આવકમાં 2-3 ગણો વધારો થશે જાણો કઈ રીતે 

ભંડોળ એકત્રીકરણ અને પ્રોજેક્ટ વિકાસ

KPI ગ્રીને તાજેતરમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ₹300 કરોડની રકમનું સફળ ભંડોળ ઊભું કર્યું છે. ક્યુઆઈપીમાં મુખ્ય સહભાગીઓમાં સોસાયટી જનરલ, બોએફએ સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સૅક્સ અને ક્વોન્ટ એમએફનો સમાવેશ થાય છે. એકત્ર કરાયેલું ભંડોળ ગુજરાતમાં ₹900 કરોડના મૂલ્યના નોંધપાત્ર પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એ જ પ્રોજેક્ટ માટે ₹550 કરોડનું દેવું ઉઠાવવાની યોજના જાહેર કરી, જેનાથી કુલ દેવું ₹1,100 કરોડ થઈ ગયું.

કેપીઆઈ ગ્રીન શેર એક વર્ષમાં 200% વધ્યો 

છેલ્લા એક વર્ષમાં KPI ગ્રીન એનર્જીના શેરમાં 230%નો ઉછાળો આવ્યો છે. મલ્ટીબેગર કંપનીનો શેર 2 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 450.75 પર હતો. KPI ગ્રીન એનર્જીનો શેર 1 જાન્યુઆરી, 2024ના રોજ 1490 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે જ સમયે, કંપનીના શેરમાં છેલ્લા 6 મહિનામાં 70 ટકાથી વધુનો વધારો થયો છે. 3 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર રૂ. 874.10 પર હતા.

KPI ગ્રીન એનર્જીનો શેર 1 જાન્યુઆરી, 2024ના રોજ 1490 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો બોનસ શેરની વાત કરીએ તો આ બીજી વખત છે જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપી રહી છે. કંપનીએ જાન્યુઆરી 2023માં તેના રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા.

Leave a Comment