amc vyaj yojana gujarat 2024:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત 19 ફેબ્રુઆરી 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોને મોટી રાહત આપવામાં આવી છે. AMC દ્વારા મિલકતવેરાના બાકી વ્યાજ પર માફી આપવા માટે “વ્યાજ માફી યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના 1 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે અને 31 માર્ચ 2024 સુધી ચાલુ રહેશે.
મિલકતવેરા વ્યાજ માફી યોજના ઝોન પ્રમાણે વસુલાતની વિગતો:
ઝોન | વસુલાત (રૂપિયામાં) |
---|---|
મધ્ય | 99,796 |
ઉત્તર | 1,30,511 |
દક્ષિણ | 62,123 |
પૂર્વ | 7,14,198 |
પશ્ચિમ | 79,470 |
ઉત્તર-પશ્ચિમ | 2,02,872 |
દક્ષિણ-પશ્ચિમ | 60,855 |
કુલ | 13,49,825 |
વ્યાજ માફી યોજના વ્યાજમાં ઘટાડો:
- જાન્યુઆરી 2024: રહેઠાણ માટે 80% અને કોમર્શિયલ માટે 60%
- ફેબ્રુઆરી 2024: રહેઠાણ માટે 75% અને કોમર્શિયલ માટે 55%
- માર્ચ 2024: રહેઠાણ માટે 70% અને કોમર્શિયલ માટે 50%
તમામ શહેરોના એસ ટી ડેપોના નંબર 2024 એસટી બસનો ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન જાણો
વ્યાજ માફી યોજના 2024 લાભ
જૂની ફોર્મ્યુલા મુજબનો ટેક્સ ભરો અને વ્યાજ માફી મેળવો: 31 માર્ચ 2024 સુધીમાં બાકી ટેક્સ ભરનારાઓને જૂની ફોર્મ્યુલા મુજબનો ટેક્સ શૂન્ય કરી દેવામાં આવશે. આ સાથે જ, 2022-23 સુધીના બાકી વ્યાજ પર 100% માફી આપવામાં આવશે.
વહેલા ભરનારાઓને વધુ લાભ:જે કરદાતાઓ 31 જાન્યુઆરી 2024 સુધીમાં બાકી ટેક્સ ભરી દેશે તેમને વધુ 5% ઇન્સેન્ટિવ મળશે. ફેબ્રુઆરી 2024 માં ટેક્સ ભરનારાઓને 2% ઇન્સેન્ટિવ મળશે.
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ભરતી 2024 શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતીની જાહેરાત, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા
વ્યાજ માફી યોજના ઓનલાઇન અરજી
- AMCની વેબસાઇટ અથવા ઝોનલ ઓફિસ પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે.
- ટેક્સ ભરવા માટે AMC દ્વારા નિયુક્ત કરાયેલા સેવા કેન્દ્રોનો પણ સંપર્ક કરી શકાય છે.
વ્યાજ માફી યોજના વધુ માહિતી માટે:
- AMCની વેબસાઇટ: https://ahmedabadcity.gov.in/
- AMCનો હેલ્પલાઇન નંબર: 1800-233-7333