Getco exam date 2024 gujarat:ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની ભરતી પ્રક્રિયામાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ 1,200 ઉમેદવારોએ ગુરુવારે અલકાપુરી ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા ૧૨૨૪ ઇલેકટ્રિકલ આસિસ્ટન્ટ ( વિધુત સહાયકો)ની ભરતી પ્રક્રિયા રદ કરવાની ૧૯મીના રોજ કરાયેલી સત્તાવાર જાહેરાતનો આજે પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉંગ વિરોધ કર્યો હતો.
જેટકો વિધુત સહાયક
વડોદરાના રેસકોર્સ ખાતે આવેલા જેટકોના વડા મથક બહાર સવારના ૧૦ વાગ્યાથી જ ૧૨૦૦ જેટલા ઉમેદવારોએ એકત્ર થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા અને એપોઈ ન્ટમેન્ટ લેટર લીધા વિના તેઓ પરત નહિ ફરે તેવી જાહેરાત કરી હતી.આજે આખો દિવસ આ ઉમેદવારોના ધરણાં ચાલુ રહ્યા હતા. મોડી સાંજે પણ ૪૦૦ ઉપરાંત ઉમેદવારોએ સ્થળ ઉપરથી નહિ ખસવાની જાહેરાત કરી હતી. બીજી તરફ જેટકોના મેનેજમેન્ટ દ્વારા તા.૭મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પોલ ક્લાઇમ્બિગ ટેસ્ટ માટે પણ ઝોન મુજબ તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. જે તા.૨૮ અને ૨૯ જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે.
શું હતો સમગ્ર વિવાદ મામલો
Getco exam date 2024 gujarat: 20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો.ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા.
આ પણ જાણો
- રાજકોટ મહાનગરપાલિકામમાં અલગ અલગ જગ્યા પર ભરતી પગાર 26,000 જાણો જગ્યા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા
- હવે મફતમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં આધાર નંબર થી જાણો કઈ રીતે
- ભાડે રહેવા માટે આ છે સૌથી સસ્તા અમદાવાદના વિસ્તારો, જાણી લો એરિયા પ્રમાણે કેટલું હશે ભાડું છે
- સેન્ટ્રલ બેન્ક માં 10 પાસ માટે બમ્પર ભરતી ની તક આજથી ફોર્મ ભરવાનું ચાલુ પગાર 28,000 જાણો જગ્યા અને અરજી પ્રક્રિયા
- સિમ કાર્ડ ચાલુ રાખવા માટે BSNLનો સૌથી સસ્તો પ્લાન, તેની કિંમત એક દિવસ માત્ર 3 રૂપિયા છે. જાણો પ્લાન 2024
સબ સ્ટેશનોમાં આઉટસોર્સિંગ કરાય છે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના સબ સ્ટેશનોમાં પણ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યું છે, તેના પરથી લાગે છે કે, જેટકો અને સરકારને ભરતીમાં રસ નથી, એટલે જ પરીક્ષાના નવ માસ બાદ સમગ્ર ભરતી રદ કરવામાં આવી છે.
GETCO નવી તારીખ જાહેરાત
- Getco exam date 2024 gujarat
- ગુરુવારે સાંજે નવી તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.
- તા.૨૮ અને ૨૯ જાન્યુઆરીના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવશે.
વિધુત સહાયક નવી પરીક્ષા કયા ઝોનમાં ક્યારે ?
જેટકોના વિદ્યુત સહાયકોના પોલ ટેસ્ટ હવે આગામી તા.૨૮ અને તા. ર૯મીના રોજ લેવામાં આવશે. રાજકોટ
ઝોનમાં ૪૦૦ કે.વી. જેતપુર સબ સ્ટેશન ખાતે જુનાગઢ, અમરેલી, ગોંડલ વર્તુળ કચેરી માટે, મોરબી વિભાગીય કચેરી ખાતે જામનગર, સુરેન્દ્ર નગર, અંજાર વર્તુળ કચેરી માટે પોલ ટેસ્ટ લેવામાં આવશે. ભરૂચ ઝોનમાં જાંબુવા વર્તુળ કચેરી ખાતે ભરૂચ, જાંબુવા માટે અને નવસારી વર્તુળ કચેરી ખાતે નવસારી વર્તુળ કચેરીના વિધુત સહાયકોના પોલ ટેસ્ટ લેવામાં આવશે. મહેસાણા ઝોનમાં હિંમતનગર ખાતેના ૨૨૦ કેવી. આગીયોલ સબ સ્ટેશન ખાતે હિંમતનગર વર્તુળ કચેરી, પાલનપુર વર્તુળ કચેરીના તથા નારોલ વિભાગીય કચેરી ખાતે મહેસાણા અને નડિયાદ વર્તુળ કચેરીના વિધુત સહાયકો માટે પોલ ટેસ્ટ લેવાશે. આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર સંબંધિત વર્તુળ કચેરી દ્વારા રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તા.૭મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે પરીક્ષા લેવામાં આવશે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન અરજી કરો, ₹ 1 લાખ 75 હજારની KCC લોન મેળવો