રિયલ એસ્ટેટ પ્રોપર્ટી માંથી પૈસા કમાવો : લાંબા ગાળાના ભાડા અને કોમર્શિયલ પ્રોપર્ટી રેન્ટલ દ્વારા | AnyRoR Gujarat

રિયલ એસ્ટેટ પ્રોપર્ટી માંથી પૈસા કમાવો : લાંબા ગાળાના ભાડા અને કોમર્શિયલ પ્રોપર્ટી રેન્ટલ દ્વારા

લાંબા ગાળાના ભાડા અને કોમર્શિયલ પ્રોપર્ટી રેન્ટલ એ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની સારી રીત છે, મોટાભાગે રિયલ એસ્ટેટ માં આ જ રીત દ્વારા પૈસા કમાવતા હોય છે. 

આ આર્ટિકલમાં અપને જાણીશું કે લાંબા ગાળાના ભાડા અને વાણિજ્યિક રિયલ એસ્ટેટ દ્વારા તમે લાંબા ગાળા માટે સારો રૂપિયો કઈ રીતે કમાવી શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

લાંબા ગાળાના ભાડા અને વાણિજ્યિક રિયલ એસ્ટેટ દ્વારા રિયલ એસ્ટેટમાં પૈસા કમાવવાની રીતો

લાંબા ગાળાના ભાડા:

લાંબા ગાળાના ભાડા એ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની એક જૂની રીત છે. જ્યારે તમે 6 મહિનાથી વધુ સમય માટે તમારી મિલકત ભાડે આપો છો ત્યારે તેને લાંબા ગાળાના ભાડા ગણવામાં આવે છે. ભારતમાં, મોટાભાગના ભાડા કરાર 11 મહિના માટે હોય છે અને પરસ્પર સંમતિ અને કાયદાકીય જોગવાઈઓના આધારે રિન્યુ કરી શકાય છે.

હાઉસ ફ્લિપિંગ: રિયલ એસ્ટેટમાં પૈસા બનાવવાની સૌથી જોરદાર રીત

લાંબા ગાળાના ભાડાના બે પ્રકાર:

1. પરંપરાગત ભાડુ:
  • ફર્નિશ્ડ અથવા અનફર્નિશ્ડ મિલકત ભાડે આપો.
  • ભાડુઆતને પોતાની રીતે રહેવાની છૂટ આપો.
  • ભાડા કરાર સામાન્ય રીતે 11 મહિના માટે હોય છે.
  • ઘરમાલિક માટે ઓછી જવાબદારી અને ઓછો કામનો બોજો.
2. પેઇંગ ગેસ્ટ આવાસ:
  • ભાડુઆતોને રહેવાની જગ્યા, ખોરાક, લોન્ડ્રી, સુરક્ષા અને અન્ય સુવિધાઓ પૂરી પાડો.
  • ભાડુઆતો કામ અથવા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
  • ઘરમાલિકને વધુ ભાડુ મળી શકે છે.
  • વધુ જવાબદારી અને કામનો બોજો ઘર મલિક પર જ રહે છે.

પેઇંગ ગેસ્ટ આવાસ ઘણા મકાનમાલિકો માટે રિયલ એસ્ટેટમાં પૈસા કમાવવાનો એક આકર્ષક વિકલ્પ બની ગયો છે.

વાણિજ્યિક રિયલ એસ્ટેટ:

વાણિજ્યિક રિયલ એસ્ટેટ એ રિયલ એસ્ટેટમાં નાણાં કમાવવાની સૌથી આકર્ષક રીતો પૈકીની એક છે. રોકાણકારો મિલકતો ખરીદે છે, અને તેને કોમર્શિયલ હેતુ માટે 5 વર્ષ, 7 વર્ષ , 10 વર્ષ કે તેનાથી વધારે સમયગાળા માટે ભાડે આપે છે અને કોમર્શિયલ મિલકત નો રેન્ટ પણ વધારે હોય છે.

કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઘણા દાયકા થી મોટા રોકાણકાર અને કંપની આકર્ષાયા છે. આ રોકાણકારો અને કંપની પહેલા મિલકત ખરીદે છે અને પછી ભાડે આપવા માટે તેમાં અપગ્રેડેશન અને નવું બાંધકામ કરે છે, ત્યાંની સ્થાનિક જરૂરિયાત મુજબ મિલકતમાં ફેરફાર કરે છે અને પછી તેને ભાડે આપી દે છે. આમ એકવાર રોકાણ કર્યા પછી જીવનભર સારું વળતર આપે છે. વન ટાઈમ રોકાણ પછી લાંબા ગાળા માટે નફો.

Leave a Comment