Shramyogi Prasuti Sahay Yojana 2024: ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય આ રીતે

બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકો અને તેમની પત્નીને પ્રસુતિ દરમિયાન નાણાકીય સહાય આપવામાં આવે છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /– સહાય ની ચુકવણી કરવામાં આવશે.
 
આ આર્ટિકલમાં આપણે જાણીશું શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજનામાં મળવાપાત્ર રકમ, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી?
 

Shramyogi Prasuti Sahay Yojana નો લાભ કોણ લઈ શકે?

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિસ્સામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
  • નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી સહાય મળશે, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/– તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
  • આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /– સહાય ની ચુકવણી કરવામાં આવશે.

Prasuti Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેંટ્સ 

શ્રમયોગી ડિલેવરી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • મમતા કાર્ડની નકલ
  • કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • બેંક પાસબૂકની નકલ
  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • સોગંદનામું

શ્રમયોગી પ્રસુતિ સહાય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહીંથી 

ડિલિવરી પહેલાનું અરજી ફોર્મ – અહીં ક્લિક કરો 

ડિલિવરી પછીનું અરજી ફોર્મ – અહીં ક્લિક કરો 

ડિલેવરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી – Shramyogi Delivery Sahay Yojana Apply Online Gujarat

પગલું 1: સન્માન ગુજરાત વેબસાઇટ પર જાઓ

પગલું 2: રજિસ્ટર કરો અથવા લૉગિન કરો

  • જો તમે નવા છો, તો “રજિસ્ટર” બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી ભરો.
  • જો તમે પહેલાથી જ રજિસ્ટર છો, તો “લૉગિન” બટન પર ક્લિક કરો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો.

પગલું 3: પ્રસુતિ સહાય યોજના પસંદ કરો

  • ડાબી બાજુના મેનુમાં, “યોજનાઓ” પર ક્લિક કરો.
  • “પ્રસુતિ સહાય યોજના” શોધો અને તેને પસંદ કરો.

પગલું 4: અરજી ફોર્મ ભરો

  • ફોર્મમાં તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
  • ખાતરી કરો કે તમે તમામ વિગતો સાચી રીતે દાખલ કરો છો.

પગલું 5: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

  • આવશ્યક દસ્તાવેજોના સ્કેન કરેલા ડિજિટલ કોપી અપલોડ કરો.
  • દસ્તાવેજોની સ્પષ્ટ અને વાંચી શકાય તેવા ફોટા અપલોડ કરો.

પગલું 6: અરજી સબમિટ કરો

  • ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર મળશે. તે નોંધી લેવો 

પગલું 7: અરજીની સ્થિતિ ચકાસો

  • તમે તમારી અરજીની સ્થિતિ “અરજી ટ્રેકિંગ” વિભાગમાં ચકાસી શકો છો.
  • તમારી અરજીની સ્થિતિ જાણવા માટે તમારે તમારો અરજી નંબર દાખલ કરવો પડશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in
Helpline number 079-25502271

Leave a Comment