sukanya samriddhi yojana gujarati:ગુજરાત સરકાર છોકરીઓને 8.20% વ્યાજ આપે છે , કેવી રીતે જાણો સંપૂર્ણ માહિતી તાજેતરમાં સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજ દરની જાહેરાત કરી છે. પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માં વાર્ષિક 8 ટકા વ્યાજ મળતું હતું હવે આ રિટર્ન 20 પોઈન્ટ વધીને 8.20 ટકા વ્યાજ થઈ ગયું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ની મુખ્ય વિશેષતાઓ | |
---|---|
વ્યાજ દર | દર વર્ષે 8.20% |
ઓછું રોકાણ | રૂ. 250 દર વર્ષે |
વધુ રોકાણ | રૂ. 1.5 દર વર્ષે |
પરિપક્વતાનો સમયગાળો | જ્યારે છોકરી લગ્ન સમયે અથવા 18 વર્ષ પછી 21 વર્ષની થાય |
વય મર્યાદા માટે પાત્રતા | છોકરીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ |
સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજ દર:
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માં સરકાર ત્રણ મહિને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ નક્કી કરે છે. સરકારે નવા વર્ષ 2024ની શરૂઆત પહેલા આ યોજનાનો નવો વ્યાજ દર 8.20% નક્કી કર્યો છે. આ વ્યાજ સમય પૂરો થશે એટલે આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના જમા કરેલ રકમ:
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 વ્યાજ દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ કરી શકો છો. અને તમે વધુમાં વધુ રૂ. 1.5 લાખ નું રોકાણ કરી શકો છો. સુકન્યા સ્કીમમાં તમારી ઈશા હોય એટલી વાર પેમેન્ટ કરી શકો છો. પરંતુ જો તમે ન્યૂનતમ રકમ ચૂકવવામાં નિષ્ફળ થશો, તો તમારું ખાતું બંધ થઈ જશે અને તમારે તેને ચાલુ કરવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના સમયગાળો:
sukanya samriddhi yojana gujarati સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 સમયગાળો 21 વર્ષનો હોય છે. ઉદાહરણ તરીકે: જો આ યોજના શરૂ કરતી વખતે છોકરીની ઉંમર 3 વર્ષની હોય, તો પરિપક્વતાની તારીખ જ્યારે છોકરી 24 વર્ષની થાય ત્યારે હશે.
બેંક ખાતું બદલાવવા
sukanya samriddhi yojana gujarati જો તમારું ઘર નું સરનામું બદલાય છે, તો તમે તમારું સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં ટ્રાન્સફર કરી શકો છો. તમારે ફક્ત નવા સરનામાનો પુરાવો આપવો પડશે બસ .જો તમે અન્ય કોઈ કારણોસર એકાઉન્ટ ટ્રાન્સફર કરો છો, તો તમારે 100 રૂપિયાની ફી ફરજીયાત ભરવાની રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના માં કેટલા ખાતા ખોલાવી શકાય
આ પણ જાણો
- ઘરે બેઠા બનાવો આ રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન, આયુષ્માન કાર્ડ Download, જાણો આયુષ્માન કાર્ડ ના ફાયદા
- 1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસના વ્યાજ દરોમાં ફેરફાર થયો છે , કોને કેટલો ફાયદો થશે જુઓ સંપૂર્ણ માહિતી
- પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે 60 હજાર સરકાર આપશે , જાણો લાભ કેવી રીતે લેવો
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 યોગ્યતાના માપદંડ જાણો
- કોઈપણ દીકરી સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ખાતું ખોલાવી શકે છે,
- છોકરીની ઉંમર મહત્તમ 10 વર્ષની હોવી જોઈએ પરંતુ સરકારે એક વર્ષનો વધારાનો સમયગાળો આપ્યો છે.
- છોકરીઓએ જન્મ નો દાખલો જમા કરાવવાનું રહેશે.
- માતા પિતા ના ફોટા
- જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.
સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા 2024
- સુકન્યા સમૃદ્ધિ યોજના સરકારી યોજના છે જે સારું વળતર આપે છે
- હાલ માં વ્યાજ દર 8.20% નું વાર્ષિક વળતર આપે છે,
- સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉપયોગ કરીને આવકવેરા કલમ 80C હેઠળ નાણાકીય વર્ષમાં ₹1.5 લાખ સુધીની કર કપાતનો દાવો પણ કરી શકો
- જો તમારા ઘરે દીકરી હોય તો તમે ચોક્કસપણે ખાતું ખોલાવી શકો છો.
- સુકન્યા સમૃદ્ધિ યોજના ની રકમ છોકરીના શિક્ષણ અથવા લગ્ન માટે વાપરી શકાય છે.
- સુકન્યા સમૃદ્ધિ ખાતું ઓછામાં ઓછા 250, રૂપિયામાં ખોલી શકો છો.
- તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માટે તમારે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાની જરૂર છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ખાતું કેવી રીતે ખોલવું
- સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવા નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખાની મુલાકાત લો
- ખાતું ખોલવાનું ફોર્મ ભરો અને તેની સાથે KYC દસ્તાવેજો આપો
- સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં રૂ. 250ની પ્રથમ રકમ જમા કરો
- ખાતું ખોલ્યા પછી, તમને પાસબુક આપવામાં આવશે.