Gamtal simtal jamin rules in gujarat : ગામતળ અને સીમતળના વાડાઓ બાપ-દાદાના વખતથી વાપરો છો તો જોઈલો આ માહિતી

Gamtal simtal jamin rules in gujarat :ગામતળ જમીન વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે.  ગામતળ જમીન હોય તેમાં ઢોર-ઢાંખર રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં ગામતળ જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે.

[uta-template id=”824″]

ગામતળ / સીમતળ જમીન એટલે શું ?

Gamtal simtal jamin rules in gujarat

 

એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ લોકોને મકાનો મળે તથા ર૦ર4 સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે સરકાર નો નિર્ણય છે 

આ પણ વાંચો:e- samaj kalyan pandit dindayal yojana : આ યોજનામાં તમને મળશે 1,20,000 ની સહાય સંપૂર્ણ માહિતી જાણો

ગામતળ અને સીમતળના વાડાઓ અંગેની જરૂરી જોગવાઈઓ

ગામતળ જમીન દબાણ ઉપરાંત જુદા જીદા ઠરાવોથી વાડાઓ નિયમબઘ્ઘ કરવા માટે સમયમર્યાદા પણ લંબાવવામાં આવેલ છે.આ સમયમર્યાદામાં વાડાઓ સંપૂર્ણપણે નિયમબદ્ઘ થઇ શકયા નથી.

 

વઘુમાં ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાઓ સમયમર્યાદામાં નિયમબઘ્ઘ ન થવાને પરિણામે ૧૯૬૮ ની સ્થિતિએ ઉપભોગ કરનારાઓમાં ફેરફાર થયો હોવાનું કેટલાક કિસ્સાઓમાં થઇ હોવાનું અને કેટલીક જગ્યાઓમાં બાંઘકામ થયાનું સરકારના ઘ્યાનમાં આવેલ છે. આથી જે વાડાઓ નિયમબદઘ થયેલ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના વાડાઓ નિયમબદઘ કરવા માટે સરકારશ્રી દવારા પરિપત્ર કરી કેટલીક સૂચનાઓ પ્રસિધ્ઘ કરવામાં આવી છે. વાડા નિયમબદ્ધ કરવાની કાર્યપદ્ધતી વાડાની જમીન નિયમબઘ્ઘ કરવા માટે નમૂના મુજબ અરજદારે અરજી કરવાની રહેશે.

વાડાની જમીન ઘારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ

તલાટી કમ મંત્રી દવારા કરાવવાની રહેશે અને સર્કલ ઓફિસર દવારા સ્થળ ખરાઇ પંચરોજકામ તેમજ આઘાર-પુરાવુ અને મહેસૂલી રેકર્ડથી ખરાઇ કરી સાઘનિક કાગળો અભિપ્રાય સહિત મામલતદારશ્રીને રજુ કરવાના રહેશે.

gujarat land revenue rules, 1972 in gujarati અરજી મળ્યાની તારીખથી બે માસની અંદર કબજા હકકળી કિંમત મામલતદારે નકકી કરી અરજદારને જણાવવાની રહેશે.અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી ૧૫ દિવસમાં ભરવાની રહેશે. આ સમય મર્યાદામાં અરજદાર કબજા હકકની કિંમત નહીં ભરે તો કબજા હકક મેળવવાનો નથી તેવી માન્યતા સહ અરજી દફતરે કરવાની રહેશે. કબજા હકકની રકમ ઉકત સમય મર્યાદા પુરી થયા પછી અરજદાર ભરેતો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આઘારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે.મમામલતદારે સાઘનિક કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતા પહેલાં કબજા હકકની કિંમત ભર્યાની ખાતરી કરી વાડાના કબજા હકક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે તથા ચતુસીમા દર્શાવતી સનદ/દાખલો પણ આપવાનો રહેશે.

ગામતળ નો દાખલો

વાડાની જમીન જૂની શરતે તથા પ્રતિબંધ વિના ઘારણ કરી શકાય છે. જ્યારે વાડા રજીસ્ટર મળી આવતા ન હોય અને ત્યારે તે વાડા નિયમબદ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેકટરે યોગ્ય હુકમો અર્થે ચોકકસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે.

  • કબજા હક્ક આપવા માટેની કબજા કિંમત
  • ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે
  • સંપૂર્ણ કબજા ભોગવટા હકક માટે કબજા કિંમત રૂ।.૫૦/- (રૂપિયા પચાસ પુરા) પ્રતિ ચો.મી. વસૂલ કરી કબજા હકકો આપવાના રહેશે.

વાડાના ક્ષેત્રફળ બાબત સ્પષ્ટતા:

Gamtal simtal jamin rules in gujarat

વર્ષ ૧૯૬૮ માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ રજીસ્ટરમાં નોંઘાયેલ ક્ષેત્રફળ જ ઘ્યાને લેવાનું રહેશે અને મહત્તમ ર૦૦ ચો.મી. ની મર્યાદામાં વાડા નિયમબઘ્ઘ થઇ રહશે. જો વાડાનો ર૦૦ ચો.મી. ની મર્યાદા ઉપરોકાંતનો કબજો હશે, તો પ્રવર્તમાન મહેસુલી નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વાડા રજીસ્ટરમાં નોંઘાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ, અવર જવરનો રસ્તો કે કેડી/ચાલ ઉપરના લોકોના ઉપરના અવર જવરના હકકને બાઘારૂપ /અવરોઘરૂપ જણાતું હોય તો કબજા હકક મેળવવા રજૂ કરેલ દાવાની જમીનનું ક્ષેત્રફળ એ પ્રમાણે ઘટાડીને કબજા હકક આપતો હુકમ કરવાનો રહેશે અને આ હુકમમાં આ બધી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.

આ પણ વાંચો: Janam maran dakhla online registration Gujarat : જન્મ મરણ નોંધણી ઓનલાઇન, ડોક્યુમેન્ટ ,

વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ:

જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો, બિનખેતી આકાર અને યોગ્ય વેરા લેવામાં આવશે અને બિનખેતી તરીકેની તબદીલી નિયમિત કરવામાં આવશે. જયાં આવા વાડા હોય તેમની દરેક ગામમાં પૂરક ગામ નમૂના નં.ર નિભાવવાનો રહેશે, જેમાં આવા વાડાની જમીનો આકારણી કરવાની રહેશે અને મિલકતના રેકર્ડનો ભાગ ગણવાનો રહેશે.

કબજા હક્ક મેળવવાની પાત્રતા તથા કાર્યપદ્ધતિ:

જો દાવેદારનું નામ વાડા રજીસ્ટરમાં હશે, તો તે વાડો સીઘો જતો છે અને તેના નામે કરવામાં આવશે. જો વાડા રજીસ્ટરમાં નોંઘાયેલ વ્યકિત સિવાયનો દાવેદાર હોય, પરંતુ દાવેદાર વારસદાર/ખરીદનાર/અન્ય કાયદેસરનો વારસદાર હશે, તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે.

ક્યા વાડાઓ નિયમબદ્ધ કરી શકાશે

વાડા સંહિતાના નિયમો રર/૦૬/૧૯૬૮ થી અમલમાં આવેલ છે. આથી વર્ષ ૧૯૬૮ માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબધઘ્ઘ કરી શકાશે. વાડા સંહિતાના નિયમો મુજબ ગામતળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી.

અમારા WHATSAPP ગ્રુપ માં જોડાવા  અહીં ક્લિક કરો 
અમારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા  અહીં ક્લિક કરો 

કયા વાળાઓ નિયમબદ્ધ થઈ શકાશે નહિ:

જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કે કોઇ તકરાર ચાલતી હોય, અથવા કોર્ટનો કોઇ મનાઇ હુકમ હોય, અથવા માલિકીનો વિવાદ હોય તેવા વાડાઓ. શહેરી વિસ્તારમાં આવેલ વાડાઓ વર્ષ ૧૯૬૮ પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ.

Leave a Comment