ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના 2023 jamin sahay yojana GUJARAT

jamin sahay yojana GUJARAT :અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના શરુ કરવામાં આવેલ છે. અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના આપવી એ મુખ્ય હેતુ છે

[uta-template id=”824″]

યોજનાનું નામ ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના
યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે
લાભાર્થી અનુસૂચિત જાતિના લોકો
આર્ટીકલની કેટેગરી Sarkari Result
સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

જમીન ખરીદવા કેટલી સહાય આપવામાં આવે છે

ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.

jamin sahay yojana GUJARAT

જમીન ખરીદવા સહાય યોજના નિયમો અને શરતો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
  • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
  • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
  • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
  • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.

Old Survey Number to New Survey Number Gujarat: તમારા દાદા વખતના સર્વે નંબરને ફેરવો નવા સર્વે નંબર માં

જમીન ખરીદવા ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
  • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
  • આવકનો દાખલો
  • બાનાખતની ખરી નકલ
  • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
  • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
  • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

જમીન ખરીદવા સહાય ક્યાં અરજી કરવી?

  •  જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.
  • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.

આ પણ વાંચો : 

ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો : Gujarat jamin mapani calculator હેક્ટર , વીઘા , ગુંઠા માં ઓનલાઇન જમીન માપણી

જમીન વારસાઈ કરવા માટે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ/ Varsai affidavit format in Gujarati

Leave a Comment