ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રાહત મળશે ફી અને ચાર્જમાં, જાણો કોને મળશે 

rules for building redevelopment in Gujarat:ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રાહત મળશે ફી અને ચાર્જમાં, જાણો કોને મળશે ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, ફી અને ચાર્જમાં રાહત 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો માં ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને ડમી બાંધકામની વપરાશ ફી માં રાહતનો સમાવેશ થાય છે.

આ નિર્ણયો ના મુખ્ય મુદ્દા:

હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી:

  1. મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ વન ટાઈમ ફી લેવામાં આવશે.

વન ટાઈમ ફી:

  1. EWS: ₹2000
  2. LIG: ₹10000
  3. MIG: ₹14000
  4. HIG: ₹20000
જમીન પ્રોપર્ટી ખરીદતી વખતે આ ડૉક્યુમેન્ટ ચકાસી લેશો તો છેતરાશો નહી જાણો આ દસ્તાવેજ

ફ્લેટ પ્રકારના મકાનો માટે વપરાશ ફી:

જંત્રી રેટના બદલે ફિક્સ ફી નિયત કરવામાં આવી છે.
25 ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ માટે:

  1. EWS: ₹10000
  2. LIG: ₹20000
  3. MIG: ₹30000
  4. HIG: ₹60000

25 ચોરસ મીટર કરતાં વધારે ડમી બાંધકામ માટે:

  1. EWS: ₹20000
  2. LIG: ₹40000
  3. MIG: ₹60000
  4. HIG: ₹120000
વાડા ની કે દબાણ ની જમીન: કાયદેસર કેવી રીતે કરવી?? તેની જોગવાઈ શુ છે?| સંપૂર્ણ માહિતી જાણો અહીં

વિલંબિત ચાર્જ:

  • ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વન ટાઈમ વિલંબિત ચાર્જ લેવામાં આવશે.

વન ટાઈમ વિલંબિત ચાર્જ:

  • EWS: ₹2000
  • LIG: ₹4000
  • MIG: ₹6000
  • HIG: ₹10000
મકાનનું Property Card આ રીતે કઢાવી લો? તેની A to Z સંપૂર્ણ માહિતી 

આ નિર્ણયો ના ફાયદા:

  1. રિડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે.
  2. મકાનમાલિકોને ફી અને ચાર્જમાં રાહત મળશે.
  3. માલિકી હક્ક અને દસ્તાવેજના પ્રશ્નોનો નિકાલ થશે.
  4. આ નિર્ણયો ગુજરાતમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયાને વેગ આપશે અને મકાનમાલિકોને રાહત આપશે.

Leave a Comment