Shramyogi Prasuti Sahay Yojana નો લાભ કોણ લઈ શકે?
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ
- નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિસ્સામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
- નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી સહાય મળશે, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/– તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
- આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /– સહાય ની ચુકવણી કરવામાં આવશે.
Prasuti Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેંટ્સ
શ્રમયોગી ડિલેવરી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- મમતા કાર્ડની નકલ
- કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનુ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક પાસબૂકની નકલ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- સોગંદનામું
શ્રમયોગી પ્રસુતિ સહાય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહીંથી
ડિલિવરી પહેલાનું અરજી ફોર્મ – અહીં ક્લિક કરો
ડિલિવરી પછીનું અરજી ફોર્મ – અહીં ક્લિક કરો
ડિલેવરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી – Shramyogi Delivery Sahay Yojana Apply Online Gujarat
પગલું 1: સન્માન ગુજરાત વેબસાઇટ પર જાઓ
- તમારા બ્રાઉઝરમાં https://sanman.gujarat.gov.in/ ખોલો.
પગલું 2: રજિસ્ટર કરો અથવા લૉગિન કરો
- જો તમે નવા છો, તો “રજિસ્ટર” બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી ભરો.
- જો તમે પહેલાથી જ રજિસ્ટર છો, તો “લૉગિન” બટન પર ક્લિક કરો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3: પ્રસુતિ સહાય યોજના પસંદ કરો
- ડાબી બાજુના મેનુમાં, “યોજનાઓ” પર ક્લિક કરો.
- “પ્રસુતિ સહાય યોજના” શોધો અને તેને પસંદ કરો.
પગલું 4: અરજી ફોર્મ ભરો
- ફોર્મમાં તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
- ખાતરી કરો કે તમે તમામ વિગતો સાચી રીતે દાખલ કરો છો.
પગલું 5: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આવશ્યક દસ્તાવેજોના સ્કેન કરેલા ડિજિટલ કોપી અપલોડ કરો.
- દસ્તાવેજોની સ્પષ્ટ અને વાંચી શકાય તેવા ફોટા અપલોડ કરો.
પગલું 6: અરજી સબમિટ કરો
- ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર મળશે. તે નોંધી લેવો
પગલું 7: અરજીની સ્થિતિ ચકાસો
- તમે તમારી અરજીની સ્થિતિ “અરજી ટ્રેકિંગ” વિભાગમાં ચકાસી શકો છો.
- તમારી અરજીની સ્થિતિ જાણવા માટે તમારે તમારો અરજી નંબર દાખલ કરવો પડશે.
મહત્વપૂર્ણ લિંક્સ
સતાવર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in |
Helpline number | 079-25502271 |